Aapnu Gujarat
ગુજરાત

પ્રધાનમંત્રી આવાસ યોજના વિકાસનો પ્રમુખ આધાર છે : વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, સ્લમ રિહેબીલીટીશન ક્ષેત્રે ગુરાત દેશભરમાં અગ્રેસર છે. આ સંદર્ભમાં તેમણે જાહેર કર્યું કે, રાજ્યમાં ઝુંપડપટ્ટી પુર્નવસન તહેત ઇન-સી-ટુ રિહેબીલીટેશનના ૪૫ હજાર સુવિધાયુક્ત આવાસ લક્ષ્યાંક સામે ૧૫ હજાર પૂર્ણ થઇ ગયા છે. નવા ૨૫ હજાર આવાસોનુ આયોજન પણ રાજ્ય સરકારે કર્યુ છે. મુખ્યપ્રધાને સ્માર્ટ ટેકનોલોજી ફોર હાઉસિંગ એન્ડ ઇન-સીટુ સ્લમ રિહેબિલીટેશન વિષય નેશનલ વર્કશોપનો ગાંધીનગરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ એક દિવસીય વર્કશોપમાં દેશના ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શહેરી વિકાસ સચિવો, વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે વર્ષ ૨૦૨૨ સુધી દેશના દરેક નાગરિકને છત મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્લમ એન્વાયરમેન્ટ ચેંજ કરીને ઝુગ્ગી ઝોંપડી હટાવીને ત્યાં જ સુવિધાસભર આવાસ નિર્માણ મળે તે માટે ગુજરાતમાં પહેલરૂપે આયામો અપનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે માનવીની ત્રણ મુળભુત જરૂરિયાતો રોટી કપડા ઔર મકાન છે. વિકાસનો મુખ્ય આદાર આ ત્રણેય બાબતો પર છે. માનવીને સારામાં સારી આવાસની સુવિધા મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સારી આવાસ સુવિધા માનવીને મળે તો લાઇફ સ્ટાઇલ જીવન ધોરણ પણ અપગ્રેડ થઇ શકે છે. મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે ગુજરાતમાં આ જ બાબતને કેન્દ્ર સ્થાને રાખીને રાજ્ય સરકાર આગળ વધી રહી છે. મુખ્યપ્રધાને સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના વિકાસનો મુખ્ય આધાર છે. સૌને આવાસ છત્ર મળે વિકાસના અવસર મળે તેવો વડાપ્રધાનનો હાર્દ આ યોજનામાં સમાયેલો છે. રૂપાણીએ કહ્યુ હતુ કે શહેર ક્ષેત્રમાં શ્રમજીવી વસાહતો સંદર્ભે પણ વિચારણા ચાલે છે.

Related posts

આ વર્ષે મે માસમાં તાપમાન ૪ ડિગ્રી વધ્યું

aapnugujarat

અસ્તિત્વની જંગ લડતો ઇડરીયો ગઢ, આજે ઈડર સ્વયંભૂ બંધ

editor

शहर के प्रदूषण के स्तर में अचानक दर्ज की गई कमी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1