Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએનબી ફ્રોડ : નિરવ મોદી, મેહુલ ચોકસીનાં પાસપોર્ટ સસ્પેન્ડ

ઇન્ફોસમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ભલામણના આધાર પર વિદેશ મંત્રાલયમાં પાસપોર્ટ જારી કરનાર વિભાગે તાત્કાલિક અસરથી હિરા કારોબારી નીરવ મોદી અને ગીતાંજલિ જેમ્સના સીએમડી મેહુલ ચિનુભાઇ ચૌકસીના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે. પાસપોર્ટની કાયદેસરતા ચાર સપ્તાહ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. પાસપોર્ટ એક્ટ ૧૯૬૭ની જુદી જુદી કલમ હેઠળ પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નીરવ મોદી અને ચૌકસને તેમના પાસપોર્ટ પાસપોર્ટ એક્ટની કલમ ૧૦ (૩) (સી) હેઠળ કેમ જપ્ત કરવા જોઇએ નહી તે અંગે કારણ દર્શાવવા એક સપ્તાહની મહેલત આપી છે. નિર્ધારિત એક સપ્તાહની અંદર જવાબ આપવામાં નિષ્ફળ રહેશે તો એમ ગણવામાં આવશે કે તેમને આમાં રસ નથી. જેથી વિદેશ મંત્રાલય તેમના પાસપોર્ટ રિવોક કરવાની દિશામાં આગળ વધી જશે. મહેલ ચૌકસી દ્વારા પ્રમોટ ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપનીના છ શહેરોમાં ૨૦થી વધુ સ્થળો પર કોંભાડના ભાગરૂપે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્વેલરી રિટેલર ગીતાંજલિ સામે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પીએનબને આવરી લેતા બેકિંગ જગતના સૌથી મોટા કોંભાડમાં ગીતાંજલિ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર ચૌકસી અને હિરા કારોબારી નીરવ મોદી મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. પંજાબ નેશનલ બેંકમાં થયેલા મહાકોંભાડના આરોપીઓ પર સકંજો મજબુત કરવાની કવાયત તરત જ શરૂ કરવામા ંઆવી ચુકી છે. આશરે ૧૧૩૦૦ કરોડ રૂપિયાના આ કોંભાડના આરોપી નીરવ મોદી, તેમના પત્નિ અમી મોદી, બાઇ નિશાલ મોદી અને ગીતાંજલિના પ્રમોટર મેહુલ ચૌકસીને પકડી લેવા માટે ઇન્ટરપોલને અલર્ટ કરવામાં આવ્યા બાદ તેમની ધરપકડ થવાના સંકેત દેખાઇ રહ્યા છે. આ ચારેયની સામે ઇન્ટરપોલ ડિફ્યુજન નોટીસ જારી કરવામાં આવી છે. નોટીસ જારી કરવામાં આવ્યા બાદ ઇન્ટરપોલ આ આરોપીઓને પકડી પાડવા માટે સક્રિય થઇ ગઇ છે. આ ચારેય આરોપી જાન્યુઆરી મહિનામાં ભારતમાંથી ફરાર થઇ ગયા હતા. આ પહેલા ઇડીએ પણ બેકિંગ ફ્રોડના મામલે નીરવ મોદી અને મહેલ ચૌકસી સામે સમન્સ જારી કરીને તમામને ચોંકાવી દીધા છે.આરોપ છે કે અબજોપતિ નીરવ મોદી અને તેમના પરિવારના સભ્યોએ પંજાબ નેશનલ બેંક દ્વારા જારી કરવામાં આવેલા ૧૫૦ ગેરંટી પત્ર મારફતે ૧૧૦૦૦ કરોડથી વધારે રકમની બોગસ લેવડદેવડ કરી હતી. દેશની મોટી બેંક પંજાબ નેશનલ બેંકની સાથે છેતરપિડી કરવાના મામલે નીરવ મોદી હવે ચર્ચામાં છે. બેંક તરફથી આ માટે ફરિયાદ મળતા પહેલા જ પહેલી જાન્યુઆરીના દિવસે વિદેશ જતા રહ્યા હતા. હવે તેમને લાવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.કેન્દ્રિય તપાસ સંસ્થાઓએ નીરવ મોદી અને અન્યો સામે તપાસ વધારે તીવ્ર બનાવી દીધી છે. સીબીઆઇ દ્વારા મોદી સાથે જોડાયેલા સ્થળોથી જપ્ત કરવામાં આવેલા કોમ્પ્યુટરના મુલ્યાંકનની કામગીરી કરી લીધી છે.

Related posts

શેરબજારમાં ઉથલપાથલ જારી રહી શકે

aapnugujarat

ओला, उबर से टक्कर, दिल्ली में टैक्सी चालको ने शुरु की सेवा कैब

aapnugujarat

યુપીમાં ૨૬૩૨ મદરેસાની માન્યતા રદ થાય તેવી વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1