Aapnu Gujarat
રમતગમત

કુલદીપ દક્ષિણ આફ્રિકાની ધરતી પર કોઈ પણ દ્વિપક્ષીય શ્રેણીમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર સ્પિનર બન્યો

સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ભારતના બે સ્પિનર કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ છવાઈ ગયા છે. છ વન ડેની શ્રેણી ભારતે ૪-૧થી જીતી છે અને હજુ એક વન ડે રમવાની બાકી છે ત્યારે આ મેચનું ભાગ્ય ચહલ અને કુલદીપના દેખાવ પર નિર્ભર છે.કુલદીપ અને ચહલ મોંઘા સાબિત થતાં ભારત ચોથી વન ડે હારી ગયું હતું. તે પછીની વન ડેમાં બંને સ્પિનગરો ફરી તાલબદ્ધ બની ગયા હતા અને ભારતના વિજય સાથે શ્રેણી પણ જીતાવી હતી. પોર્ટ એલિઝાબેથમાં ભારતે પાંચ મેચ ગુમાવ્યા છે, પરંતુ ગઈકાલે રમાયેલી પાંચમી વન ડેમાં ભારતને પ્રથમવાર જ વિજય મળ્યો છે.
વર્તમાન વન ડે શ્રેણીમાં ચાઈનામેન કુલદીપ યાદવ ૧૬ વિકેટ સાથે ટોચ પર છે. જયારે ચહલને ૧૪ વિકેટ મળી છે. કુલદીપ યાદવે આ સાથે એક નવા રેકોર્ડની સ્થાપના કરી છે, આ રેકોર્ડ પ્રમાણે કુલદીપ દક્ષિણ આફ્રિકાની ધરતી પર કોઈ પણ દ્વિપક્ષીય શ્રેણીમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર સ્પિનર બન્યા છે.કુલદીપની ૧૯ વિકેટ અગાઉ દક્ષિણ આફ્રિકામાં વેસ્ટ ઈન્ડીઝના કીથ આર્થર્ટને સૌથી વધુ ૧૨ વિકેટ મેળવી હતી. આ સિદ્ધિ તેમણે ૧૯૯૯માં હાંસલ કરી હતી. આ વન ડે શ્રેણી સાત મેચની હતી અને દક્ષિણ આફ્રિકા ૧-૬થી હારી ગયું હતું.

Related posts

ईशांत ने शुरू किया अभ्यास

editor

भारत ने विंडीज को 7 विकेट से हराया, सीरीज क्लीन स्वीप

aapnugujarat

15 year old American Cori Gauff became youngest player to survive Wimbledon qualifying draw

aapnugujarat

Leave a Comment

UA-96247877-1