Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મોબાઇલ કોમ્પોનન્ટ્‌સ પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીની તૈયારી

સરકાર મોબાઇલ ફોનમાં વપરાતા પોપ્યુલેટેડ સર્કિટ બોડ્‌ર્સ,કેમેરા મોડ્યુલ્સ અને કનેક્ટર્સની આયાત પર એપ્રિલ મહિનાથી બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી લાદવાની તૈયારી કરી રહી છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી સ્થાનિક હેન્ડસેટ ઉત્પાદકોનો ગૂંચવાડાનો અંત આવશે.બજેટમાં હેન્ડસેટ ઉત્પાદકો આ બાબતે સ્પષ્ટતાની અપેક્ષા રાખતા હતા.સૂત્રના જણાવ્યા અનુસાર પીસીબી એસેમ્બલી, કેમેરા મોડ્યુલ્સ અને કનેક્ટર્સ પર ડ્યૂટીનો પ્રસ્તાવ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને મોકલાયો છે. મોબાઇલ ફોનના ઉત્પાદનમાં પીસીબીનો હિસ્સો ૫૦ ટકા હોય છે.ભારતમાં તેમના એસેમ્બલિંગને કારણે મૂલ્યવૃદ્ધિમાં હાલના ૧૦ ટકાની તુલનામાં વધારો થશે. ઉપરાંત, કોમ્પોનન્ટ ઉત્પાદકોને ભારતમાં પ્લાન્ટ શરૂ કરવાનું પ્રોત્સાહન મળશે. આગામી નાણાકીય વર્ષથી આ પગલું ફેઝ્‌ડ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ સાથે અમલી બનશે. ફેઝ્‌ડ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામનો હેતુ મોબાઇલ ફોનના કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગને ભારતમાં લાવવાનો છે, જે વડાપ્રધાન મોદીના ’મેક ઈન ઇન્ડિયા’ પ્રોગ્રામને વધુ વેગ આપશે. અત્યારે ભારતમાં માત્ર મોબાઇલ ફોનનું એસેમ્બલિંગ જ થાય છે.પ્રથમ તબક્કામાં ગયા વર્ષે જુલાઈ મહિનામાં વિદેશમાં સંપૂર્ણપણે બનેલા મોબાઇલ ફોન પર ૧૦ ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાદવામાં આવી હતી. ત્યાર પછી ડિસેમ્બરમાં તે વધારી ૧૫ ટકા અને ૧ ફેબ્રુઆરીએ વધારી ૨૦ ટકા કરવામાં આવી હતી.પ્રોગ્રામની વિગત અનુસાર આયાત થતા ફોન્સમાં સ્થાનિક ફીચર ફોન્સમાં વપરાતા કોમ્પોનન્ટ્‌સનો હિસ્સો ૧૫ ટકાથી વધીને ૩૭ ટકા થશે. જ્યારે સ્માર્ટફોનમાં એ હિસ્સો ૧૦ ટકાથી વધીને ૨૬ ટકા થશે. ઉલ્લેખનીય છે કે, સરકારની ’મેક ઇન ઇન્ડિયા’ ઝુંબેશમાં મોબાઇલ ફોન ઉદ્યોગનું યોગદાન ઘણું મોટું છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં શરૂ થયેલા ’મેક ઇન ઇન્ડિયા’નાં ત્રણ વર્ષમાં ભારતમાં એપલ, સેમસંગ, શાઓમી, ઓપો, વિવો સહિતની બ્રાન્ડ્‌સના નવા ૧૦૭ ફોન અને કોમ્પોનન્ટ ઉત્પાદન યુનિટ્‌સ શરૂ થયા છે.

Related posts

ગોડાઉન ખાલી કરવા સરકાર દાળ વેચશે

aapnugujarat

मारुति सुजुकी इंडिया की बिक्री जुलाई में 33.50 % गिरकर 1,09,264 यूनिट्स पर आई

aapnugujarat

ઇપીએફઓ વ્યાજદર ઘટાડી શકે છે :મૂલ્યાંકનનો દોર શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1