Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીને નોટબંધીનો આઇડિયા આરબીઆઇ નહીં આરએસએસે આપ્યો હતોઃ રાહુલ ગાંધી

કર્ણાટકમાં યોજાનારી ચૂંટણીને લઇને રાજ્યના પ્રવાસ પર આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત અને વડાપ્રધાનને આડે હાથ લીધા હતા. ચાર દિવસીય પ્રવાસ પર આવેલા રાહુલ ગાંધીએ મન મુકીને જાહેર સભામાં કેન્દ્ર સરકારની નીતિઓને વખોડી કાઢી હતી.સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. નોટબંધી પર તેમણે કહ્યું,‘આ વિચાર આરબીઆઇ, નાણામંત્રી અરૂણ જેટલી કે નાણા મંત્રાલયના કોઇ અધિકારીનો નથી. આરએસએસે વડાપ્રધાનને આ આઇડિયા સુચવ્યો અને મોદીએ તેના પર કામ કર્યું.’તેમણે કહ્યું,‘બીજેપી હિન્દુસ્તાનની વિવિધ સંસ્થાઓ પર કબ્જો મેળવવાનો પ્રયત્ન કરી રહી છે અને આરએસએસ પોતાના લોકોને દરેક સંસ્થાઓમાં ગોઠવવાના ફિરાકમાં છે. મોહન ભાગવતજીનું નિવેદન તમે સાંભળ્યું હશે. તેમણે દેશના જવાનોના બલિદાનનું અપમાન કર્યું છે. તેમણે પોતાના નિવેદન માટે દેશની માફી માંગવી જોઇએ.’

Related posts

અમેરિકાએ ૧૧ દેશોને આપી ધમકી, કહ્યું- ૪થી નવેમ્બર સુધી ઇરાનમાંથી પેટ્રૉલ ખરીદવાનું બંધ કરી દો

aapnugujarat

9 जून को पटना में होगी JDU कार्यकारिणी की बैठक

aapnugujarat

Article 370 हटने के बाद पहली बार श्रीनगर पहुंचे जनरल रावत, हालातों का लिया जायजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1