Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મુકેશ અંબાણી ૨૦ દિવસ સુધી દેશને ચલાવી શકે : રિપોર્ટ

વિશ્વના સૌથી અમીર લોકો પોતપોતાના દેશમાં કેટલા દિવસ સુધી સરકાર ચલાવી શકે છે તેને લઇને પણ હાલમાં રસપ્રદ અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેટલીક રસપ્રદ બાબતો સપાટી ઉપર આવી છે. આ ઉદ્યોગપતિઓ અને અબજોપતિઓની સંપત્તિના આધાર પર ગણતરી કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક દેશની સરકારને ચલાવવા કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે તેના આધાર પર આંકડા જારી કરવામાં આવ્યા છે. એમાં જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણી ૨૦ દિવસ સુધી સરકાર ચલાવવા સક્ષમ છે. ૪૯ લોકોની આ યાદીમાં ચાર મહિલાઓ છે જેમાં અંગોલા, ઓસ્ટ્રેલિયા, ચીલી અને નેધરલેન્ડમાં મહિલા પ્રભુત્વ ધરાવે છે. વિશ્વના સૌથી અમીર લોકો કેટલા દિવસ સુધી તેમની સરકારને ફંડ આપી શકે છે તેને લઇને પણ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમેરિકાના જૈફ બેજોસની સંપત્તિ ૯૯ અબજ ડોલર છે અને તેઓ અમેરિકાની સરકારને પાંચ દિવસ ચલાવી શકે છે. બીજી બાજુ એમાનસીયો ઓર્ટેગા ૭૫.૩ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે અને તે સ્પેનને ૪૮ દિવસ સુધી ચલાવી શકે છે. જુદા જુદા દેશોના વડાની સ્થિતિ ખુબ મજબૂત દેખાઈ રહી છે. ચીનમાં સૌથી અમીર લોકોમાં સામેલ જેકમા ચાર દિવસ સુધી સરકાર ચલાવી શકે છે. આ યાદીમાં જુદા જુદા દેશોના અબજોપતિનો સમાવેશ થાય છે. જર્મનીમાં સ્વાર્ઝ પાંચ દિવસ સુધી સરકાર ચલાવી શકે છે. સાયપ્રસના સૌથી અમીર વ્યક્તિ જ્હોન ફ્રેડરિક્શન ૪૪૧ દિવસ સુધી તેમની સરકારને ચલાવવા સક્ષમ છે. ૨૩.૬ મિલિયન ડોલરના ૨૦૧૮ના ખર્ચના અંદાજ સામે તેમની સંપત્તિની તુલના કરવામાં આવી છે. જાપાન, પોલેન્ડ, અમેરિકા અને ચીનમાં સૌથી મોંઘી સરકાર રહેલી છે. વિશ્વમાં સૌથી અમીર લોકોની યાદીમાં રહેલા ચીનના જેકમા ચાર દિવસ સુધી કોમ્યુનિસ્ટ પાર્ટીને બચાવી શકે છે. જ્યારે જૈફ બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ પાંચ દિવસ સુધી અમેરિકી સરકાર ચલાવી શકે છે. આંકડા ખુબ જ રસપ્રદ છે. રોબીન હુડ ઇન્ડેક્સ પર સૌથી વધારે ખર્ચના આંકડા તરીકે આ નવા આંકડા જારી કરાયા છે. બ્લુમબર્ગના રોબીન હુડ ઇન્ડેક્સના આધારે આ આંકડા જારી થયા છે.

Related posts

રાજ્યોના વિષયમાં દખલ કરવા કેન્દ્ર ઉપર ચંદ્રાબાબુ નાયડુનો આક્ષેપ

aapnugujarat

છત્તીસગઢ ચૂંટણી : ભાજપે મોદી,શાહ સહિત ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

aapnugujarat

35ए को खत्म करने को लेकर अफवाहें हैं, सभी को इकट्ठा हो जाना चाहिए : महबूबा मुफ़्ती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1