Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છત્તીસગઢ ચૂંટણી : ભાજપે મોદી,શાહ સહિત ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતા ભાજપના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં ડઝનેક કેન્દ્રીય મંત્રીઓનાં નામ પણ સામેલ છે, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૬ જેટલા મુખ્યમંત્રીઓ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાર્ટી માટે પ્રચાર કરશે. એટલું જ નહિ પાર્ટીના બે મહાસચિવ પણ પ્રદેશમાં પાર્ટી માટે પ્રચાર કરશે અને ભાજપને વોટ આપવા માટે અપીલ કરશે. તો બીજી બાજુ ફરી એકવાર અડવાણીને સ્ટાર પ્રચારકોની યાદીમાં જગ્યા નથી મળી.
પાર્ટી માટે ભાજપના સાંસદ હેમા માલિની પણ છત્તીસગઢમાં પ્રચાર કરશે. એમના ઉપરાંત સ્મૃતિ ઈરાની, દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી પણ પાર્ટી માટે પ્રચાર કરશે.
આ યાદીમાં કેન્દ્રીય મંત્રી જુએલ ઓરમ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા, ફગન સિંહ કુલસ્તે વગેરેના નામ સામેલ છે. જો મુખ્યમંત્રીઓની વાત કરીએ તો મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસ અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ પ્રદેશમાં પાર્ટી માટે પ્રચાર કરશે. આ તમામ મુખ્યમંત્રીઓના નામને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
સ્ટાર પ્રચારકોની યાદીમાં જો યુવા ચહેરાઓની વાત કરીએ તો અભિષેક સિંહ, રણવિજય પ્રતાપ સિંધ જેવા સાંસદોને પણ સામેલ કરવામાં આવ્યા છે. મંત્રીઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, નાણામંત્રી અરુણ જેટલી, પરિવહન મંત્રી નીતિન ગડકરી, ઉમા ભારતી, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, જુએલ ઓરમ, રવિ શંકર પ્રસાદ, જગત પ્રકાશ નડ્ડાનું નામ સામેલ છે, જે પાર્ટી માટે પ્રદેશમાં પ્રચાર કરશે. કેટલાક અન્ય સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો તેમાં રમેશ બેસ, હુકુમદેવ નારાયણ સિંહ યાદવ, રામકૃપાલ યાદવ, બ્રજમોહન અગ્રવાલ, વિષ્ણુ દેવ સાઈ, દિનેશ કશ્યપનું નામ પણ આ યાદીમાં સામેલ છે.

Related posts

१ दिसंबर से OTP, IVRS आधार मोबाइल से लिंकिंग : री-वेरिफिकेशन के लिए टेलिकॉम जाने की जरुर नही

aapnugujarat

Covid-19: ‘Gujarat model exposed’ RaGa slams Centre

editor

ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગના લીધે અમેરિકામાં ૪૦ વર્ષથી સક્રિય પાક.ની હબીબ બેંક બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1