Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક-ત્રિપુરામાં પ્રચાર માટે યોગીની ભાજપમાં વધારે માંગ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ચૂંટણી પ્રચાર માટે સૌથી વધારે માંગ ભાજપમાં જોવા મળી રહી છે. જે પણ રાજ્યોમાં યોજાનાર છે તે તમામ રાજ્યોમાં યોગી મારફતે પ્રચારની માંગ ઉઠી રહી છે. તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન યોગી સ્ટાર પ્રચારક તરીકે રહ્યા હતા અને ઝંઝાવતી પ્રચાર કરીને તમામને પ્રભાવિત કર્યા હતા. કેરળમાં લાલ આતંકની સામે પણ પણ ભાજપના મુખ્ય ચહેરા તરીકે યોગી ઉભરી રહ્યા છે. હવે જ્યારે પાર્ટીનુ ધ્યાન ઉત્તર પૂર્વ પર છે ત્યારે યોગી સૌથી લોકપ્રિય તરીકે દેખાઇ રહ્યા છે. ત્રિપુરા અને કર્ણાટકમાં યોગી પાસે કેટલીક નવી જવાબદારી પણ આવી રહી છે. ત્રિપુરામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણઁી માટે યોગી બે દિવસ ઝંઝાવતી પ્રચાર કરનાર છે. યોગી રાજ્યમાં નાથ સપ્રદાયને પ્રભાવિત કરવાના પ્રયાસ કરશે. યોગી પોતે નાથ સપ્રદાયના છે. જેથી તેમની માંગ સૌથી વધારે દેખાઇ રહી છે. ત્રિપુરા બાદ કર્ણાટકમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સૌથી વધારે માંગ યોગી આદિત્યનાથની રહેલી છે.ત્રિપુરામાં નાથ સમુદાયના લોકોની સંખ્યા ખુબ મોટી છે. રાજ્યમાં એસસી અને એસટી માટે ૪૮ ટકા ક્વોટા છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ભાજપના પ્રથમ ગવા સ્ટાર પ્રચારક તરીકે રહેલા છે. તેઓ હિન્દુ ચહેરા તરીકે છે. હિન્દુ મતદારોને પ્રભાવિત કરવા માટે યોગીની ભૂમિકા ચાવીરૂપ રહેનાર છે. હવે યોગી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન પણ છે.

Related posts

મે માસમાં ભારતમાં આશરે૧.૫ કરોડથી વધુ લોકો બેરોજગાર બન્યા

editor

FPI દ્વારા માર્ચમાં ૨૦,૪૦૦ કરોડનું રોકાણ

aapnugujarat

હૈદરાબાદમાં પ્રેમીકાએ પ્રેમીને વીડિયો કોલ કરી લગાવી ફાંસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1