Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રવિ સિઝનમાં વાવેતરનો આંક ઘટ્યો, માત્ર ૬૪૨.૮૮ લાખ હેક્ટર રહ્યો

૯ ફેબુ્રઆરીના અંત સુધી વર્તમાન રવિ મોસમનો વાવેતર આંક ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ નીચો રહ્યો છે. ગયા વર્ષના ૬૪૮.૧૯ લાખ હેકટરની સામે વર્તમાન વર્ષના ૯ ફેબુ્રઆરી સુધીમાં રવી મોસમનો વાવેતર વિસ્તાર ૬૪૨.૮૮ લાખ હેકટર રહ્યો છે. આ વર્ષે ઘઉનું વાવેતર અત્યારસુધી ૧૩.૫૯ લાખ હેકટર નીચું રહીને ૩૦૪.૨૯ લાખ હેકટર રહ્યું હોવાનું કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે. જો કે કઠોળ તથા ચોખાના વાવેતરમાં વધારો થતા એકંદર વાવણી વિસ્તારમાં ખાસ ઘટ જોવા મળતી નથી.  કઠોળનું વાવેતર ૫.૨૯ ટકા ઊંચુ રહીને ૧૬૯.૧૦ લાખ હેકટર રહ્યું છે.જ્યારે ચોખાનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ ૪.૫૭ લાખ હેકટર વધી ૩૧.૮૯ લાખ હેકટર રહ્યું છે. તેલીબિયાંનું વાવેતર ૮૪.૮૫ લાખ હેકટરની સરખામણીએ નીચું રહીને આ વર્ષે ૮૦.૮૭ લાખ હેકટર રહ્યું હોવાનું પણ કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે. ઘઉંનું વાવેતર ઓછું રહેતા પાક નીચો ઊતરવાની ધારણાં આ વર્ષ ઘઉંની આયાત વધવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.

Related posts

પેન્શન એક અધિકાર છે કોઇ સબસિડી નથી : સુપ્રીમ

aapnugujarat

૬૬ શહેરોની ગટરોનું પાણી ગંગા નદીમાં છોડી દેવાય છે !!

aapnugujarat

Teslaની બજેટ ફ્રેન્ડલી કારનું ભારતમાં મેન્યુફેક્ચરિંગ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1