Aapnu Gujarat
મનોરંજન

કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરખબરો પર લગાવાયો પ્રતિબંધ

ભારત સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા મોટો નિર્ણય લીધો છે. હવે કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરાતો બતાવવામાં આવશે નહીં.  સરકારે સંસદને જાણકારી આપતા જણાવ્યું કે, આ નિર્ણય બાળકોને જંક ફૂડથી બચાવવાનો એક પ્રયાસ છે. ૯ જાણીતી ફૂડ કંપનીઓએ બાળકોની ચેનલો પર આ પ્રકારની જાહેરાત નહી કરવાનું વચન આપ્યું છે. લોકસભામાં વિનાયક રાઉતના એક સવાલના જવાબમાં સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠૌડે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, જંક ફૂડ સંબંધિક ભ્રામક જાહેરાતો વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવામાં આવી રહી છે.  ભ્રામક જાહેરાતોના પ્રસારણ સંદર્ભમાં ભારતીય ખાદ્ય સુરક્ષા માનક પ્રાધિકરણે ૧૧ સભ્યોની સમિતિ બનાવી છે. હવે આ સમિતિના રિપોર્ટ પર અમલ થઇ રહ્યો છે. મંત્રીએ કહ્યું કે, આ સંદર્ભમાં એફએસએસએઆઇ અને ભારતીય જાહેરખબર માનક પરિષદ વચ્ચે કરાર થયા છે. તેમણે કહ્યું કે, નવ મોટી કંપનીઓએ વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ કાર્ટૂન ચેનલો પર આ પ્રકારની જાહેરાતો આપશે નહીં.

Related posts

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

aapnugujarat

हम अभिनेता भाग्यशाली हैं : आयुष्मान

editor

હુમા કુરેશી રજનીકાંત સાથેની ફિલ્મને લઇ ખુબ આશાવાદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1