Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડ્રાઈવિંગ લાઈસન્સને પણ હવે આધાર સાથે લિંક કરાશે

કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સને આધારા સાથે લિંક કરવાની કામગીરી શરૂ કરી છે. તેનાથી બનાવટી લાઈસન્સની સમસ્યાનો અંત આવી જશે. બધા રાજ્યોને આવરી લે તેવા સોફ્ટવેર આ માટે તૈયાર કરાઈ રહ્યો છે.માર્ગ સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિએ બુધવારે ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેન્ચને આ અંગેની જાણ કરી હતી. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કે.એસ. રાધાકૃષ્ણન આ સમિતિના વડા છે. આધાર યોજના અંગેની પિટિશનની સુનાવણી હાથ ધરતાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની બેન્ચને સુપરત કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બનાવટી લાઈસન્સ અંગે માર્ગ પરિવહન મંત્રાલયના સંયુક્ત સચિવે કહ્યું છે કે નેશનલ ઈન્ફર્મેશન સેન્ટર (એનઆઈસી) હવે સારથી-૪ તૈયાર કરે છે. આ સોફટવેરને પગલે બધા જ લાઈસન્સ આધાર સાથે લિંક થઈ જશે. સોફટવેર બધા જ રાજ્યોને આવરી લેશે. તેનાથી દેશમાં ગમે ત્યાં નકલી કે ડુપ્લીકેટ લાઈસન્સ શક્ય નહીં બને.

Related posts

सीएम नीतीश समेत बिहार के बड़े नेताओ ने सुषमा स्वराज के निधन पर जताया शोक

aapnugujarat

અમરનાથ ૧૨૦૮ શ્રદ્ધાળુની ટુકડી રવાના

aapnugujarat

शीतकालिन सत्र : पहले दिन मोदी की टिप्पणी पर हंगामा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1