Aapnu Gujarat
મનોરંજન

ડેબ્યુ કરતાં પહેલાં જ સારા અલી ખાને રિજેક્ટ કરી સાત ફિલ્મો, ફક્ત ટોચના સ્ટાર્સ સાથે જ કરશે કામ

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ફિલ્મ કેદારનાથ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. પરંતુ પોતાની પહેલી ફિલ્મ રિલિઝ થાય તે પહેલાં જ તેનામાં સ્ટારડમ આવી ગયું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર સારાની પહેલી ફિલ્મ રિલિઝ થાય તે પહેલાં જ તેણે સાત ફિલ્મોને નકારી કાઢી છે તેણે સ્પષ્ટપણે કહી દીધું છે કે તે ફક્ત પોપ્યુલર સ્ટાર્સ સાથે જ કામ કરશે. તે હજુ બોલીવુડમાં નવી છે તેથી તે નવા સ્ટાર્સ સાથે કામ કરવા નથી માંગતી. સારાની પહેલી ફિલ્મ હજુ રિલિઝ નથી થઇ તેવામાં તેને અનેક ફિલ્મોની ઓફર્સ મળવા લાગી છે. લાગી રહ્યું છે કે આ તેનું જ પરિણામ છે કે સારા પર સ્ટારડમ છવાઇ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે સારા ફક્ત શાહિદ કપૂર, ઋતિક રોશન જેવા ટોચના સ્ટાર્સ સાથે કામ કરવા માંગે છે.ઉલ્લેખનીય છેકે સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતાની દીકરી સારા અલી ખાન ટૂક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. તે બોલીવુડના યંગ સ્ટાર સુશાંતસિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથમાં જોવા મળશે, ફિલ્મ કેદારનાથ આગામી વર્ષે જૂન મહિનામાં રિલિઝ થશે. ફિલ્મનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ રિલિઝ કરવામાં આવ્યો હતો.

Related posts

સુશાંતની હત્યા થઈ છે, મહારાષ્ટ્રના એક મંત્રી ઘટના સ્થળ પર હતા : નારાયણ રાણે

editor

‘૨.૦’ ૨૯ નવેમ્બરે રજૂ થશે

aapnugujarat

સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં ચંકી પાન્ડેની પુત્રી અનન્યા ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1