Aapnu Gujarat
મનોરંજન

‘૨.૦’ ૨૯ નવેમ્બરે રજૂ થશે

સાઉથના ભગવાન મનાતા મેગાસ્ટાર રજનીકાંત અને બોલિવૂડના ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારને ચમકાવતી ફિલ્મ ૨.૦ ની પાક્કી રિલિઝ ડેટ મંગળવારે જાહેર કરાઇ હતી. આ ફિલ્મ આમ તો ૨૦૧૭ના ઉત્તરાર્ધમાં રજૂ થવાની વાત હતી. પરંતુ એક યા બીજા કારણે ફિલ્મ સતત વિલંબમાં પડી હતી. એ માટે સતત એવું કારણ અપાઇ રહ્યું હતું કે ૪૦૦ કરોડનું બેજટ ધરાવતી અને વિજ્ઞાાન તથા ટેક્નોલોજી પર આધારિત કથા ધરાવતી હોવાથી એમાં સ્પેશિયલ ઇફેક્ટ્‌સ ગોઠવવામાં વધુ સમય લાગ્યો હતો. એવી વાતો પણ વહેતી થઇ હતી કે રજનીકાંતની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ નહોતી કરી શકી એટલે રજનીકાંત પોતે ટેન્શનમાં હતા અને કોઇ પણ રીતે ૨.૦ સુપરહિટ નીવડે એવો મસાલો ફિલ્મમાં ભરવા માગતા હતા.
હજુ થોડા સમય પહેલાં એવો અણસાર આપવામાં આવ્યો હતો કે આ ફિલ્મ ૨૦૧૯ના જાન્યુઆરીની ૨૬મીએ રજૂ થશે. જો કે મંગળવારે આ ફિલ્મની પાક્કી રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. ડાયરેક્ટર શંકરના પ્રવક્તાએ મિડિયાને જણાવ્યા મુજબ આ ફિલ્મ નવેંબરની ૨૯મીએ રજૂ થશે. ખુદ શંકરે પોતે પણ ટ્‌વીટર પર આ જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે આ તારીખ હવે ફાઇનલ છે. એમાં ફેરફાર નહીં કરાય. આ ફિલ્મ ૨૦૧૦માં રજૂ થયેલી રજનીકાંતની એન્થીરન (તમિળ ભાષામાં રોબોટ)ની સિક્વલ છે. મૂળમાં રજનીકાંત સાથે ઐશ્વર્યા રાય બચ્ચન ચમકી હતી. સિક્વલમાં અક્ષય કુમાર નેગેટિવ રોલમાં ચમકી રહ્યો છે.

Related posts

પદ્માવત ફિલ્મને નિહાળવા કરણી સેના તૈયાર

aapnugujarat

डैडी में गवली के भूमिका में अर्जुन भाए

aapnugujarat

નવી ડોન ફિલ્મમાં દિપિકા પાદુકોણ કામ કરનાર નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1