Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમે નેમ ચેન્જર નહીં બલ્કે એમ ચેન્જર છીએ : રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર મોદીએ આક્રમક જવાબ આપ્યો

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસલ અંદાજમાં દેખાયા હતા. વર્ષ ૨૦૧૪માં જે રીતે ચૂંટણી પ્રચારમાં આક્રમક નિવેદન કર્યા હતા તેવી જ રીતે આજે નિવેદન કરીને કોંગ્રેસ પાર્ટીની તમામ પોલ ખોલી હતી. મોદીએ કોંગ્રેસને એક એક આક્ષેપોના જવાબ આપીને કહ્યું હતું કે, અમે મેન ચેન્જર નહીં એમ ચેન્જર છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના મેન ચેન્જર અને જુના ભારતને આપી દો તેવા તમામ આક્ષેપોનો મોદીએ જવાબો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને જો ન્યુ ઇન્ડિયા જોઇતુ નથી તો તેને ઇમરજન્સી અને કૌભાંડવાળુ ભારત જોઇએ છે. મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ આર વેંકટરામના પુસ્તકને ટાંકીને કહ્યું હતું કે, તેના બોફોર્સ કૌભાંડમાં કોંગ્રેસને કમિશન મળવાની વાત કહેવામાં આવી હતી. મોદીના આધાર પરક્રેડિટ લેવાના આરોપ પર કોંગ્રેસને જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે, આધાર અટલ બિહારી વાજપેયીનું વિઝન હતું. રાજ્યસભામાં ગુલામ નબી આઝાદને જવાબ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, આઝાદ કહી રહ્યા છે કે તેમને ન્યુ ઇન્ડિયા જોઇતું નથી જુનુ ભારત જોઇએ છીએ. અમને ગાંધીવાળુ ભારત જોઇએ છીએ. મોદીએ કહ્યું હતું કે, તેમને પણ ગાંધીવાળુ ભારત જોઇએ છીએ. કારણ કે, સ્વતંત્રતા મળી ચુકી છે. હવે કોંગ્રેસની કોઇ જરૂર નથી. કોંગ્રેસ મુક્ત ભારતનો વિચાર ગાંધીજીનો હતો. અમે તેમના માર્ગ ઉપર આગળ વધવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના લોકો કહે છે કે, તેમને સેનામાં કૌભાંડવાળું ભારત જોઇએ છીએ. સબમરીન કૌભાંડવાળુ ભારત જોઇએ છીએ. બોફોર્સ કૌભાંડવાળુ ભારત જોઇએ છીએ. હેલિકોપ્ટર કૌભાંડવાળુ ભારત જોઇએ છીએ. ઇમરજન્સીવાળુ ભારત જોઇએ છીએ. લોકતાંત્રિક અધિકારોને આંચકી લેનાર ભારત જોઇએ છીએ. મોદીએ કહ્યું હતું કે, મોટા વૃક્ષ ધરાશાયી થયા બાદ હજારો શીખ લોકોની હત્યા થઇ જાય તે ભારત કોંગ્રેસના લોકોને જોઇએ છીએ. મોદીએ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતું કે, મોદી સરકાર કોંગ્રેસના શાસનકાળમાં બનાવવામાં આવેલી યોજનાના નામ બદલીને ક્રેડિટ લઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, અહીં જનધન યોજના, સ્વચ્છ ભારત જેવી યોજનાઓ આવી છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઇએ. જનધનમાં તમામ એકાઉન્ટ ૨૦૦૪ બાદ ખુલ્યા છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, રાજનીતિમાં તમામને ટિકા કરવાનો અધિકાર છે પરંતુ આનાથી દેશને નુકસાન થવું જોઇએ નહીં. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતના રેંકિંગમાં સુધારો થયો છે. આ સારી બાબત છે. આનાથી દેશના કોઇ લોકોને દુખ થવું જોઇએ નહીં. ભાજપની ટિકા ચોક્કસપણે કરવી જોઇએ. આનો અધિકાર પણ છે પરંતુ ભાજપની ટિકા કરતા કરતા ભારતની ટિકા પણ થવા લાગી જાય છે. મોદીએ પોતાની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે કોંગ્રેસ પર પ્રહારોનો મારો જારી રાખ્યો હતો. મોદીએ યોજનાઓની ક્રેડિટ લેવાના આક્ષેપનો જવાબ આપતા કહ્યું હતું કે, તેમને ખુશી થશે કે જો કોંગ્રેસના લોકો ૧૫મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી કોંગ્રેસના કોઇ વડાપ્રધાને અન્ય કોઇ સરકારના વડાપ્રધાનની કામગીરીનો ઉલ્લેખ કર્યો છે. દેશ આજે જ્યાં પહોંચ્યો છે તેમાં તમાનું યોગદાન છે. વાજપેયીનું નામ જ્યારે લેવામાં આવતું ન હતું ત્યારે અમને પીડા થતી હતી. કોંગ્રેસના શાસનકાળમાં એક પછી એક એક કૌભાંડો સપાટી ઉપર આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા આયુષ્યમાન ભારતની યોજનાની ટિકાનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, કોઇપણ આ બાબત સાથે બિનસહમત થશે નહીં કે આરોગ્યના ક્ષેત્રમાં ઘણુ બધુ કરવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટીને ટાસ્ક ફોર્સ બનાવવી જોઇએ. અન્ય પાર્ટીએ પણ ટાસ્ક ફોર્સ બનાવવી જોઇએ. જો કોઇ કમી હશે તો ચોક્કસપણે ધ્યાન આપવામાં આવશે. લોકસભામાં કોંગ્રેસ ઉપર મોદીએ જોરદાર પ્રહાર કર્યા હતા. હિટ એન્ડ રનની રાજનીતિ હાલ ચાલી રહી છે જેમાં કાદવ ઉછાળીને ભાગી જવાની યોજના રહેલી છે પરંતુ આનાથી ભાજપને ફાયદો થઇ રહ્યો છે. ગેસની ડિલમાં ૮૦૦૦ કરોડ બચાવી લેવાયા છે. એનપીએ કોંગ્રેસના પાપના કારણે છે. અમારા શાસનકાળમાં એક પણ લોન એનપીએ થયા નથી.

Related posts

Union Minister Piyush Goyal appointed as deputy leader of Rajya Sabha

aapnugujarat

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાથી ખર્ચમાં થશે ઘટાડો : પ્રણવ મુખર્જી

aapnugujarat

पंजाब में किसानों के आंदोलन को विफल करना चाहते हैं असामाजिक तत्व : सुखबीर बादल

editor

Leave a Comment

UA-96247877-1