Aapnu Gujarat
બિઝનેસ

રેપોરેટ હાલ યથાવત રહેતા EMI નહીં ઘટે તેવા સંકેતો

લોન સસ્તી થશે તેવી આશા રાખી રહેલા લોકોને આજે નિરાશા હાથ લાગી હતી. કારણ કે આરબીઆઈએ પોલિસી સમીક્ષા જારી કરતી વેળા તમામ ચાવીરુપ રેટને યથાવ રાખવાનો નિર્ણય કર્યો હતો. રેપોરેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. આનો મતલબ એ થયો કે સામાન્ય લોકોની જે લોન છે તેના ઉપર વ્યાજ યથાવત રહેશે. લોકોના ઇએમઆઇમાં હાલ કોઇ ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી. આગામી દિવસોમાં લોન સસ્તી થશે તેવી આશા રાખી રહેલા લોકોને નિરાશા હાથ લાગી છે. પહેલાથી જ વ્યાજદર વધવા અને લિક્વિડીટીની મજબૂત સ્થિતિ વચ્ચે કોઇ મોટા ફેરફાર થઇ રહ્યા નથી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ એક કરોડથી વધુની રકમ માટે અને સિનિયર સિટિઝનો માટે ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં વધારો કર્યો હતો. આ ઉપરાંત એક્સિસ બેંકે પણ ગયા મહિનામાં ધિરાણદરમાં વધારો કર્યો હતો. હાલમાં સરેરાશ હોમ લોન વ્યાજદર ૮.૪ ટકાની આસપાસ છે જે બેંકના માર્જિનલ પોસ્ટબેઝ્‌ડ લેન્ડિંગ રેટ એમસીએલઆર ઉપર આધારિત રહે છે. વ્યાજદરમાં કાપની કોઇ આશા દેખાઈ રહી નથી. આવી સ્થિતિમાં લોન લેવા ઇચ્છુક લોકોને હાલ આગળ વધવાની જરૂર દેખાઈ રહી નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ હેઠળ લાભ મેળવી શકાય છે. આ સ્કીમ હેઠળ લાભની જાહેરાત ૩૧મી માર્ચ ૨૦૧૯ સુધી લઇ શકાય છે. આ સ્કીમ હેઠળ આવકની સપાટીને ધ્યાનમાં લઇને વ્યાજની ચુકવણી કરવામાં આવે છે. હોમ લોનના દર નક્કી કરતી વેળા કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. હાલમાં વ્યાજદરોને યથાતવ રાખવામાં આવતા ઇએમઆઈ યથાવત રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

કારોબારની દૃષ્ટિએ સરળ દેશોની યાદીમાં ભારતને ટોપ ૫૦માં સામેલ કરાશે

aapnugujarat

H-1B વિઝા અરજી પ્રક્રિયા બીજી એપ્રિલથી વિધિવત શરૂ

aapnugujarat

ICICI बैंक चंदा कोचर की 78 करोड़ की संपत्ति जब्त

aapnugujarat

Leave a Comment

UA-96247877-1