Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત અને ચીનના સંબંધો ‘કોલ્ડ વૉર’ જેવા : અમેરિકન એક્સપર્ટ

અમેરિકાના રાજકીય જાણકારોનું માનવું છે કે, ભારત અને ચીન વચ્ચે ‘કોલ્ડ વૉર’ની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. બ્યૂરો ઓફ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા દક્ષિણ અને મધ્ય એશિયામાં પોતાની સેવા પ્રદાન કરનારી એલેઈસા આયરેસે ગત સપ્તાહે ન્યૂયોર્કમાં પોતાના નવા પુસ્તકના વિમોચન દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધો શીત યુદ્ધ તરફ જઈ રહ્યા હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.
આયરેસે જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચે વ્યાવસાયિક સંબંધો મજબૂત છે, પરંતુ ભારત માટે આ બાબત બહુ સંતોષકારક નથી. તો બીજી તરફ કેટલાંક એવા કારણો છે જેનાથી અમેરિકા પણ ચીન સાથેના તેના વ્યાવસાયિક સંબંધોથી નાખુશ છે.
ભારત અને ચીનના સંબંધો અંગે પુછાયેલા સવાલનો જવાબ આપતા આયરેસે કહ્યું કે, વર્તમાન સમયમાં હિંદ મહાસાગરમાં ચીનની વધી રહેલી દરમિયાનગીરીથી ભારત ચિંતિત છે. આ ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકામાં ચીનનું વધી રહેલું રોકાણ પણ ભારત માટે ચિંતાનો વિષય બની રહ્યું છે.આયરેસે જણાવ્યું કે, અમેરિકા દ્વારા ચીનને સખ્તાઈથી કાઉન્ટર કરવાની કોઈ પણ યોજનાનો ભાગ બનવા ભારત ઈચ્છુક નથી જણાઈ રહ્યું. ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરવાનું ઈચ્છુક છે.

Related posts

રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીંકાયો

editor

पूर्व पीएम नेहरू और इंदिरा गांधी छिपकर करते थे योग, पीढ़ी ने भुलाया : रामदेव

aapnugujarat

तरनतारन में भारत-पाकिस्तान सीमा पर बीएसएफ ने 5 घुसपैठियों को मार गिराया

editor

Leave a Comment

UA-96247877-1