Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખેડૂતોની સહાય માટે ૫૦૦ કરોડની સ્કીમ ટૂંકમાં શરૂ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક સમયમાં જ માર્કેટ અસ્યોરન્સ સ્કીમ ૫૦૦ કરોડના કોર્પ્સ ફંડની સાથે લોંચ કરવાની યોજના ધરાવે છે. આ સ્કીમ હેઠળ જો કિંમતો લઘુતમ સમર્તન મુલ્ય હેઠળ નીચે જશે તો રાજ્યો પાક મેળવી લેશે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સુચિત સ્કીમ હેઠળ પ્રાપ્તિ વધારે મજબુત થનાર છે. માર્કેટમાં પ્રતિકુળ સંજોગો ઉભા થવાની સ્થિતીમાં ખેડુતોને આના કારણે રક્ષણ મળશે. સુત્રોએ કહ્યુ છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે વાતચીત કરીને કેન્દ્રિય કૃષિ મંત્રાલય દ્વારા કોન્સેપ્ટ પેપર તૈયાર કરવામાં આવ્યા બાદ આ દિશામાં સરકાર આગળ વધી રહી છે. દરખાસ્ત મુજબ એમએસપી મેળવી લેવાના નિર્ણય સહિત માર્કેટ એસ્યોરન્સ સ્કીમની માલિકી રાજ્યો પર આધારિત રહેશે. જો કિંમતો ઘટી જશે તો ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિર્ણય મુજબ સરકાર દ્વારા પાકની ખરીદી કરવામાં આવનાર છે.રાજ્યોની સાથે નાણાંકીય સંશાધનોની મર્યાદાને ધ્યાનમાં લઇને તથા પ્રાપ્તિ સંસ્થાઓની મર્યાદાને ધ્યાનમાં લઇને સરકાર વ્યાજ મુકત એડવાન્સ આપવા માટે ૫૦૦ કરોડના સેન્ટ્રલ કોર્પ્સ ફંડની રચના કરવામાં આવી રહી છે. રાજ્યોને કેટલીક સ્વતંત્રતા આપવામાં આવી રહી છે. રાજ્યો દ્વારા માર્કેટમાં પ્રવેશ કરવા અને ક્યારે પાકની ખરીદી કરવામાં આવે તે અંગે નિર્ણય લેવામાં આવશે. તેમની પોતાની જાહેર ક્ષેત્રની સંસ્થાઓ મારફતે પ્રાપ્તિ શરૂ કરવાની બાબત મહત્વપૂર્ણ રહેશે. યોગ્યરીતે કોમોડિટી મેળવી લેવા અને ખેડૂતોને તકલીફ ન પડે તે માટે તમામ ખાતરી કરવાની જવાબદારી રાજ્યોની રહેશે. રાજ્યો દ્વારા આ ઓપરેશનમાં કોઇપણ પ્રકારથી નુકસાન થશે તો કેન્દ્ર સરકાર દ્વારા વળતર ચુકવવામાં આવશે. એમએસપીના ૪૦ ટકા સુધી રાહત અપાશે. બજેટમાં હાલમાં જ જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

યોગી ઈફેક્ટ : બધાં અધિકારી સમયસર ઓફિસમાં પહોંચે છે

aapnugujarat

મેડિકલમાં પ્રવેશ માટે નીટમાં ૧૩ લાખથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

aapnugujarat

અયોધ્યાના વિકાસ કાર્યો અંગે વડાપ્રધાને સમીક્ષા બેઠક યોજી

editor

Leave a Comment

UA-96247877-1