Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધાર ડેટાના વેચાણની ખબર સંપૂર્ણપણે ખોટી, તે એકદમ સેફ છે : કાયદામંત્રી

સરકારે રાજ્યસભામાં કહ્યું કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયામાં આધાર ડેટા હોવાનો એકપણ કેસ નથી. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, હાલમાં આધાર ડેટા ચોરી થવાના જે રિપોટ્‌ર્સ આવ્યા છે, તે સંપૂર્ણપણે ખોટા છે. આધાર ડેટા પૂરી રીતે સુરક્ષિત અને સિક્યોર છે.પ્રસાદને સમાજવાદી પાર્ટીના મેમ્બર નીરજ શેખરે આ મુદ્દે સવાલ પૂછ્યો હતો.
પ્રસાદે કહ્યું,જે મીડિયા રિપોટ્‌ર્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ૫૦૦ રૂપિયામાં આધારનો ડેટા વેચવામાં આવી રહ્યો છે, તે સંપૂર્ણપણે ખોટું છે. આ ખોટું રિપોર્ટિંગનો મામલો છે. આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ રાજ્ય સરકારના ઓફિસરોને સર્ચ ફેસિલિટી આપી છે, જેમાં કોઇ વ્યક્તિની ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશનની જાણ થઇ શકે છે. રિપોર્ટમાં આ જ સુવિધાના દુરુપયોગની વાત કહેવામાં આવી છે.
આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ આ મામલામાં ૪ જાન્યુઆરીના રોજ ફરિયાદ કરી હતી, જેના આધાર પર દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આધાર અને આઇટી ઍક્ટના કેટલાક સેક્શન્સ હેઠળ કેસ નોંધ્યો હતો.ધ ટ્રિબ્યુનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૫૦૦ રૂપિયામાં એક સેલરે વોટ્‌સએપ પર કરોડો આધાર કાર્ડની વિગતોની એક્સેસ આપી દીધી. રિપોર્ટરે જણાવ્યું હતું કે આ કામ માટે તેણે ગેંગ ચલાવનાર એક એજન્ટનો કોન્ટેક્ટ કર્યો હતો. તેને પેટીએમથી ૫૦૦ રૂપિયાનું પેમેન્ટ કર્યું. ૧૦ મિનિટ પછી એક માણસે તેને એક લોગ-ઇન આઇડી અને પાસવર્ડ આપ્યો, જેનાથી પોર્ટલ પર કોઇપણ આધાર નંબરની સંપૂર્ણ જાણકારી મળી શકતી હતી. તેમાં નામ, એડ્રેસ, પોસ્ટલ કોડ, ફોટો, ફોન નંબર અને ઇ-મેઇલ સામેલ છે.
આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ ધ ટ્રિબ્યુનની વેબસાઇટના જર્નાલિસ્ટ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ કહ્યું હતું કે તે એફઆઇઆર નોંધાવીને વ્હીસલબ્લોઅર્સ અથવા મીડિયાને ટાર્ગેટ નથી કરતી પરંતુ તે પોતાનું કામ કરી રહી છે.એમપણ કહ્યું હતું,અમે પ્રેસ અને મીડિયાની સ્વતંત્રતાનું સન્માન કરીએ છીએ.
જોકે, આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ એફઆઇઆર વિગતોના આધારે કેસ ફાઇલ કર્યો છે અને તેને એ રીતે જોવામાં ન આવવું જોઇએ કે અમે ચેતવણી આપનારાઓને અને ખબર આપવાવાળાઓને જ નિશાન બનાવી રહ્યા છે.

Related posts

भारत को अब फ्रांस में मिला पहला रफाल लड़ाकू विमान

aapnugujarat

आर्थिक मंदी के बीच भारत के 13% नियोक्ताओं के पास हैं रोजगार के अवसर

aapnugujarat

ચૂંટણી આવે ત્યારે કોંગી લીડરો મંદિરોમાં પહોંચે છે : રાજનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1