Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાસગંજ બાદ હવે આગ્રામાં વીએચપીની તિરંગા યાત્રા

કાસગંજમાં થયેલ બબાલ બાદ આ મામલો ઠંડો પડતો દેખાઇ રહ્યો નથી. આ બધાની વચ્ચે વીએચપી એ આગ્રા અને ફિરોઝાબાદમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. તેને જોતાં વહીવટી તંત્ર એ મોટી માત્રામાં પોલીસ બળ તૈનાત કરી દીધો છે. કહેવાઇ રહ્યું છે કે આગ્રાના ૪૦ બ્લોકમાં આ તિરંગા યાત્રા નીકાળવામાં આવશે. બીજીબાજુ રાજ બબ્બરના નેતૃત્વમાં કૉંગ્રેસનું ડેલિગેશન કાસગંજ જવા માંગતું હતું, તેને પ્રશાસન એ કાયદો વ્યવસ્થાનો હવાલો આપીને પરમીશન આપવાની ના પાડી દીધી. ત્યારબાદ કૉંગ્રેસ એ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિરોધમાં અલીગઢમાં પ્રદર્શન પણ કર્યું.આ બધાની વચ્ચે કાસગંજ હિંસા સાથે જોડાયેલ એક વીડિયો પણ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસ આ વીડિયોની તપાસ કરી રહ્યું છે. વીડિયોમાં ગણતંત્ર દિવસવાળા દિવસે હિન્દુ યુવાન હાથોમાં બંદૂક લઇ મુસ્લિમ વિસ્તારોની તરફ જતાં નજરે આવી રહ્યાં છે. આ વીડિયોમાં કેટલાંય યુવાનો હાથમાં ડંડા વગેરે લઇને દેખાઇ રહ્યા છે. વીડિયોમાં એક યુવક પિસ્ટોલ લહેરાવતો નજર આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે કાસગંજમાં ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસના અવસર પર થયેલ વિવાદમાં ચંદન ગુપ્તા (૨૨ વર્ષ) નામના એક યુવકને ગોળી વાગતા મોત થઇ ગયું હતું. મૃતકના પિતા સુશીલ ગુપ્તાએ એફઆઇઆરમાં કહ્યું છે કે તેમનો દીકરો ચંદન નાના દીકરા વિવેકની સાથે તિરંગા યાત્રામાં સામેલ થવા ગયો હતો. જ્યાં તેની હત્યા થઇ ગઇ. તેણે વસીમ, નસીમ અને કાસિમ નામના યુવકો પર હત્યાનો આરોપ મૂકયો છે. આ સિવાય ૨૦ બીજા વિરૂદ્ધ પણ નોમિનેટેડ કેસ નોંધાવ્યો છે.

Related posts

એસસી-એસટી માટે અનામત દૂર કરવાની કોઇ યોજના નથી : ઓરિસ્સામાં અમિત શાહે પ્રચારનું રણશિંગુ ફુંક્યું

aapnugujarat

નોટબંધીના ૧૫ મહિના બાદ પણ નોટની ગણના હજુ જારી : આરબીઆઈ

aapnugujarat

અનંતનાગમાં વધુ એક જવાન શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1