Aapnu Gujarat
રાષ્ટ્રીય

અનંતનાગમાં વધુ એક જવાન શહીદ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે.
જમ્મુ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો. આ જવાન ગઈકાલે એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયો હતો. આ શહીદ થયેલા મેજર આશિષ ઢોંચકના પાર્થિવ દેહને તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જગ્યાઓ પર સુરક્ષાદળોના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અગાઉ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં શરુ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર કરવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બુધવાર બપોરથી એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા.
આ અગાઉ દક્ષિણ કાશ્મીરના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની એક એન્કાઉન્ટરમાં સેનાના એક કર્નલ, એક મેજર અને એક જમ્મુ-કાશ્મીર પોલીસ ડીએસપી શહીદ થયા હતા. આતંકવાદી સાથેની એન્કાઉન્ટરમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ શહિદ થયા હતા.

Related posts

कश्मीर घाटी में तिरंगा फहराने जा सकते अमित शाह

aapnugujarat

મોદી સરકાર વાયદાઓ પૂરા કરવા ૬.૪ લાખ કરોડની ઉધારી કરશે

aapnugujarat

બાબુલ સુપ્રિયોએ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા જોકર ગણાવ્યા

aapnugujarat
UA-96247877-1