Aapnu Gujarat
બિઝનેસ

ગેલેક્સી આઈપીઓને લઇ કારોબારી આશાવાદી : ૩૧ જાન્યુઆરીએ ઓફર બંધ થશે

ભારતની અગ્રણી મેન્યુફેક્ચર્સ કંપનીઓ પૈકીની એક સરફેક્ટટેન્સની એક કંપની ગેલેક્સી સરફેક્ટટેન્સના આઈપીઓને લઇને પણ જોરદાર ઉત્સુકતા કારોબારીઓમાં જોવા મળી રહી છે. ૨૯મી જાન્યુઆરી એટલે કે આવતીકાલે આ કંપનીનો આઈપીઓ આવનાર છે. ઓફર ૩૧મી જાન્યુઆરીના દિવસે બંધ થશે. કંપની દ્વારા રોકડમાં ૧૦ રૂપિયા ફેસવેલ્યુના ૬૩૩૧૬૭૪ ઇક્વિટી શેરો ઇશ્યુ કરનાર છે. પ્રતિ ઇક્વિટી શેર પ્રાઇઝબેન્ડની કિંમત ૧૪૭૦ અને ૧૪૮૦ રાખવામાં આવી છે. આઈપીઓને લઇને દેશના બજારોમાં હાલ ઉત્સુકતા જોવા મળી રહી છે. આઈપીઓ માર્કેટમાં ગુલાબી ચિત્ર રહેતા કારોબારીઓ તેના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગેલેક્સી સરફેક્ટટેન્સ આઈપીઓમાં કમાણીની અપેક્ષા કારોબારીઓને દેખાઈ રહી છે. કારણ કે, અગ્રણી મેન્યુફેક્ચર્સ પૈકીની એક તરીકેની છાપ આ કંપનીની રહેલી છે. ઇક્વિટી શેર મેળવવા પડાપડી થઇ શકે છે.

Related posts

ICICI बैंक के सीईओ बख्शी के खिलाफ कोर्ट ने जारी किया वारंट

aapnugujarat

સરકાર ચાહે તો ફલાઇટમાં પણ સુપર સ્પીડ ઇન્ટરનેટની મજા માણી શકાશે

aapnugujarat

સેંસેક્સ વધુ ૩૫૮ પોઇન્ટ ઉછળી ઉંચી સપાટી પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1