Aapnu Gujarat
મનોરંજન

લવ ત્યાગીને મળ્યો વધુ એક રિયાલીટી શો

રિયાલીટી શો બિગબોસની ૧૧મી સિઝનમાં કોમનર કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળેલા લવ ત્યાગીને બિગબોસના ઘરમાં જ ખૂબ જ નેમ અને ફેમ બંને મળ્યાં હતા. બિગબોસ બાદ હવે લવ અન્ય ક રિયાલીટી શોમાં જોવા મળશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર લવ ટેલિવિઝનના ફેમસ શો સ્પ્લિટ્‌સવિલામા જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ શો માટે એમટીવીએ લવને અપ્રોચ કર્યો છે. બિગબોસમાં આવતી વખતે લવે કહ્યું હતું કે તે એક્ટર બનવા માંગે છે. તેવામાં શો માંથી બહાર આવ્યા બાદ તેણે તે સ્પષ્ટ કરી દીધું છે કે, હાલ તેને જે પણ સારી ઓફર મળશે તેના માટે કામ કરશે.લવ બિગબોસમાં ફેમસ થવા માટે આવ્યો હતો અને તે તેમાં સફળ રહ્યો છે. બિગબોસમાં લોકોએ તેને ખૂબ જ પસંદ કર્યો હતો. તે શોમાં એક્ટ્રેસ હિના ખાન અને પ્રિયાંક શર્માના સારા મિત્ર તરીકે જોવા મળ્યો હતો. લવ યુવતીઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યો છે. આ બાબતને ઘ્યાનમાં લેતા વાઇકોમ ૧૮એ લવને એપ્રોચ કર્યો હતો અને પોતાના ડેટિંગ રિયાલીટી શો માટે લવને સાઇન કર્યો છે.

Related posts

कोरोना से लड़ाई बहुत कठिन : जेनेलिया

editor

ચર્ચાસ્પદ પદ્માવત ફિલ્મમાં ૩૦૦ કટ લાગશે

aapnugujarat

બાદશાહો ફિલ્મને લઇ ઇશા ગુપ્તા ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1