Aapnu Gujarat
મનોરંજન

બાદશાહો ફિલ્મને લઇ ઇશા ગુપ્તા ઉત્સુક

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તાએ કહ્યુ છે કે તે ફરી એકવાર એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અક્ષય સાથે વર્ષ ૨૦૧૬માં રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેલી ઇશા ગુપ્તા હવે કેરિયરમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ રહી છે. તેની રૂસ્તમ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી ગયા બાદ હવે ઇશા ગુપ્તા ખુબ છે. જો કે તે હજુ પણ વધુ એક ફિલ્મ અક્ષય કુમાર સાથે કરવા માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે તે હવે તેની બોલિવુડ કેરિયરને લઇને સંતુષ્ટ છે. ૩૦ વર્ષીય સ્ટારે કહ્યુ છે કે તે ખિલાડી સ્ટાર સાથે રોમાન્સ કરવા માટે ઇચ્છ્‌કુ છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર સાથે તે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ભૂમિકા કરવા માંગે છે. રૂસ્તમના સંબંધમાં વાત કરતા ઇશાએ કહ્યુ છે કે આ ફિલ્મ શરૂઆતથી તેને ગમી ગઇ હતી. રાજ-૩ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રીએ કહ્યુ છે કે તે પહેલાથી જ અક્ષય કુમારની મોટી ચાહક રહી છે. બોલિવુડમાં તે પ્રવેશી ગઇ તે પહેલાથી જ તે અક્ષય કુમારની ફિલ્મોને પસંદ કરતી રહી છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર ફિલ્મમાં તેના માટે ગીત ગાય, તે સાડી પહેરીને અક્ષય કુમારની અભિનેત્રી તરીકે દેખાય તેવી તેની ઇચ્છા છે. ઇશા ગુપ્તા બોલિવુડમાં છેલ્લા ઘણા સમયથી છે પરંતુ તેને નાની નાની ભૂમિકા જ મળી છે. તેની છાપ એક સેક્સ સિમ્બોલ અભિનેત્રી તરીકે રહી છે. હાલના દિવસોમાં તેની પાસે કેટલીક સારી ઓફર આવી છે. જેમાં હાલમાં તેની પાસે જે ફિલ્મ છે તેમાં અજય દેવગનની ફિલ્મ બાદશાહોનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તે અજય દેવગન અને ઇમરાન હાશ્મી સાથે નજરે પડનાર છે. આ ફિલ્મમાં તેની સાથે ઇલિયાના ડી ક્રુઝ ફરી એકવાર નજરે પડનાર છે. ઇલિયાન અને ઇશા ગુપ્તા રૂસ્તમમાં પણ સાથે નજરે પડી હતી.

Related posts

पोलैंड में एक चौराहे का नाम हरिवंश राय बच्चन के नाम पर रखा गया

editor

હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મને લઇને ચાહકો ભારે ઉત્સુક

aapnugujarat

सोनू सूद को मिली नई फिल्म ‘किसान’

editor

Leave a Comment

UA-96247877-1