Aapnu Gujarat
રાષ્ટ્રીય

પદ્માવત ફિલ્મ રજૂ નહીં કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમે ફગાવી

ફિલ્મ પદ્માવતની ટીમ માટે આજે રાહતનો દિવસ રહ્યો હતો. કારણ કે, સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારની ફિલ્મને રોકવા માટે દાખલ કરવામાં આવેલી ફેર વિચારણા અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, પોતાના આદેશમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તમામ રાજ્યોએ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરવું જોઇએ. આનું પાલન કરવાની બાબત રાજ્ય સરકારોની જવાબદારી છે. રાજસ્થાન સરકાર તરફથી રજૂઆત કરવા પહોંચેલા એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, અમે માત્ર આદેશમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છીએ. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં ત્રણ જજની બેંચે કહ્યું હતું કે, લોકોને આ સમજી લેવાની જરૂર છે કે આ એક બંધારણીય સંસ્થા છે. આ સંબંધમાં આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતી વેળા આકરી પ્રતિક્રિયા આપી હતી. ત્રણ જજની બેંચે કહ્યું હતું કે, રાજ્યો દ્વારા બિનજરૂરીરીતે સમસ્યાઓ ઉભી કરવામાં આવી રહી છે. આના માટે રાજ્ય સરકારો જવાબદાર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે તમામ પગલા લેવામાં આવે તે જરૂરી છે. પદ્માવતની રજૂઆતની મંજુરી આપવાના પોતાના આદેશમાં કોઇ સુધારો કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યો દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે ફિલ્મની રજૂઆતને લીલીઝંડી આપી હતી. ૨૫મી જાન્યુઆરીથી દેશભરમાં આ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

गाय के नाम पर हिंसाः ३ साल में २३ मुस्लिमों की हत्या

aapnugujarat

राजस्थान में बीएसपी विधायकों का दल-बदल : माया ने निकाली भड़ास, कांग्रेस दलित विरोधी

aapnugujarat

સરકાર માલામાલ, ૫.૧૮ લાખ કરોડ થયું જીએસટી ભંડોળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1