Aapnu Gujarat
બિઝનેસ

સ્પાઇસજેટની ઓફર : ૭૬૯ રૂપિયામાં વિમાનની યાત્રા

પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. આવી સ્થિતિમાં અનેક કંપનીઓ આ પ્રસંગ પર લાભ ઉઠાવવાની પણ તૈયારી કરી રહી છે. સ્પાઇસ જેટે પોતાના યાત્રીઓ માટે ડિસ્કાઉન્ટની કોઇ તક છોડવા તૈયાર નથી. સ્પાઇસ જેટ ગ્રેટ રિપબ્લિક ડે નામથી આ ઓફર લઇને આવી છે. જે હેઠળ સ્થાનિક રુટ પર ફ્લાઇટની શરૂઆતમાં ભાડુ ૭૬૯ અને ઇન્ટરનેશનલ રુટ માટે ભાડુ ૨૪૬૯ રૂપિયા રાખવામાં આવ્યું છે. એરલાઈન્સે પોતાની વેબસાઇટ ઉપર જારી કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે, વેચાણ માટેનો ગાળો ૨૨મી જાન્યુઆરીથી ૨૫મી જાન્યુઆરી છે જ્યારે પ્રવાસનો ગાળો ૧૨ ડિસેમ્બર સુધીનો છે. સ્થાનિક પેસેન્જરને સેવા આપવાની દ્રષ્ટિએ સ્પાઇસ જેટ ઇન્ડિયા ત્રીજી સૌથી મોટી એરલાઈન્સ કંપની છે. એરલાઈન્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ ઓફરનો લાભ સ્પાઇસ જેટની મોબાઇલ એપ મારફતે પણ લઇ શકાય છે. આના માટે પ્રોમોકોડ આરઈપી૬૯ છે. આ ઓફર એક તરફના પ્રવાસ માટે છે. આ હેઠળ ઓફરને અન્ય કોઇપણ ઓફરની સાથે ક્લબ કરી શકાય નહીં. ગ્રુપ બુકિંગ ઉપર આ ઓફર લાગૂ થશે નહીં. આ ઓફર પર મર્યાદિત સમય માટે છે. વહેલા તે પહેલાના ધોરણે તેને અમલી કરાશે. અરલાન્સની વેબસાઇટ, મોબાઈલ એપ, ટ્રાવેલ પોર્ટલ અને બુકિંગ એજન્ટ મારફતે પણ ટિકિટ બુકિંગ કરાવી શકાય છે. જો કે, આમા કહેવામાં આવ્યું છે કે, મોબાઇલ એપ મારફતે ટિકિટ બુક કરાવવાની સ્થિતિમાં વધારો ફાયદો મળી શકે છે. ઇન્ડિગો અને વિસ્તરા એરલાઈન્સે પણ કેટલાક રુટ ઉપર યાત્રીઓ માટે આ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર કરી છે જેનો લાભ લેવામાં આવી રહ્યો છે.

Related posts

Just 10% of 15,000 labourers working in construction industry to registered themselves with PMC

aapnugujarat

ઈ-કોમર્સ કંપનીઓની માંગ, એફડીઆઈ લાગુ કરવાની તારીખ વધારવામાં આવે

aapnugujarat

એર ઇન્ડિયામાં ચાર વિદેશી કેરિયર્સને રસ છે : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1