Aapnu Gujarat
બિઝનેસ

વિશ્વમાં ઝડપથી વૃદ્ધિ હાંસલ કરતાં અર્થતંત્રમાં ૨૦૧૮માં ચીન કરતાં ભારત આગળ નીકળી જશે

વિશ્વમાં ઝડપથી વૃદ્ધિ હાંસલ કરતાં અર્થતંત્રમાં ૨૦૧૮માં ચીન કરતાં ભારત આગળ નીકળી જશે. સેકન્ડ વેલ્થ મેનેજમેન્ટના અહેવાલમાં જણાવ્યા અનુસાર આ વર્ષે ભારતનું ઈક્વિટી બજાર પણ વિશ્વમાં પાંચમું સૌથી મોટું બજાર થઈ જશે. અહેવાલમાં વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે વિશ્વના બધા દેશો નબળી આર્થિક વૃદ્ધિથી પીડાતા હશે ત્યારે ભારતનું અર્થતંત્ર ઝડપથી પ્રગતિ સાધતું હશે. ચીનને પાછળ મુકી ભારત વિશ્વનું સૌથી ઝડપી પ્રગતિ સાધતું અર્થતંત્ર હશે.વિકસિત દેશો બેથી ત્રણ ટકાના દરે વૃદ્ધિ સાધતા હશે ત્યારે ભારતનું અર્થતંત્ર ૭.૫ ટકાના દરે પ્રગતિ હાંસલ કરશે. અન્ય વિકાસશિલ અર્થતંત્રોમાં પણ ભારત ઝડપથી વિકાસ સાધતુ હશે. આ ઉપરાંત સૌથી મહત્વનું તથ્ય એ છે કે ચીનના વિકાસની ઝડપી ધીમી પડી રહી છે.અહેવાલમાં જણાવ્યું હતું કે ઈક્વિટી રિટર્ન પણ છથી આઠ ટકા જેટલું હશે. સામાન્ય રીતે ફિકસ્ડ ઈનક્મમાં જ આ શક્ય હોય છે. અલબત્ત ભારતમાં મોંઘવારીમાં વધારો થશે અથવા ભાવવધારો થશે તો બજારની ઝડપ આની સાથે તેલ મિલાવી શકશે નહીં. નિફટી વર્ષના અંત સુધીમાં ૧૧,૨૦૦થી ૧૧,૫૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે.

Related posts

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો

aapnugujarat

એલઆઈસી પર એનપીએનો સંકટ

editor

૩૦૦ રૂપિયા કિલો વેચાતા ટામેટા હવે ૮૦ પૈસા પ્રતિ કિલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1