Aapnu Gujarat
મનોરંજન

અર્શી ખાન પ્રભાસ સાથે કરશે ફિલ્મ !

કલર્સ ટીવી પર આવેલા રિયાલિટી શો બિગ બોસની અગિયારમી સિઝનની સ્પર્ધક એવી અર્શી ખાનને બોલિવૂડની ટિકિટ મળી ગઇ છે. સોશિયલ મીડિયા પર આર્શી ખાને જણાવ્યું હતું કે બોલિવૂડની ટિકિટ તેને સલમાન ખાને આપી છે.તેણે સલમાન ખાન અને કલર્સ ટીવીનો આભાર પણ વ્યકત કર્યો છે. તે પોતાની પહેલી ફિલ્મ અભિનેતા પ્રભાસ સાથે કરવાની છે. અર્શી ખાન પોતાના ડાયલોગ અવામને પગલે ખૂબ જ જાણીતી બની ગઇ હતી. એક સમયે મોડલ એવી અર્શી ખાન પોતાના હોટ અંદાજને પગલે જાણીતી છે.ફિલ્મમાં પ્રભાસ સાથે અર્શી ખાન કયો રોલ નિભાવશે તે બાબતે તેણે કોઇ માહિતી આપવાનું ટાળ્યું હતું. જો કે પ્રભાસ અત્યારે ફિલ્મ સાહોની શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે બોલિવૂડમાં એન્ટ્રી ક્યારે કરશે તે વાત તો અભિનેતા જ જણાવી શકે એમ છે.

Related posts

ન્યુયોર્કના પેનસ્ટેશન પર છવાઈ પ્રિયંકા ચોપડા

editor

સુશાંતે અંકિતાને લઇને કહેલી વાતનો વીડિયો થયો વાયરલ

editor

મને‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે વજન ઉતારવાની ફરજ પાડી હતી : મોનિકા ભદોરિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1