Aapnu Gujarat
બિઝનેસ

ક્લાઉડ પોલિસી જાહેર કરનારું મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય

મહારાષ્ટ્રે ડિજિટલ ઈન્ડિયા તરફની આગેકૂચ જાળવી રાખતાં પબ્લિક ક્લાઉડ પોલિસી જાહેર કરી છે અને તેના બધા જ વિભાગોને તેમનો ડેટા સ્ટોરેજ ક્લાઉડ પર શીફ્ટ કરવા જણાવ્યું છે. પરીણામે ઉદ્યોગ માટે ૨ અબજ યુએસ ડોલરની તકો સર્જાઈ છે. મહારાષ્ટ્ર ટેક્નોલોજી સમિટમાં બુધવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, ‘આજે અમે અમારી પબ્લિક ક્લાઉડ પોલિસી ખુલ્લી મૂકીશું અને આ પોલિસીથી બધા જ સરકારી વિભાગોને પબ્લિક ક્લાઉડ એક્સેસ કરવાની મંજૂરી અપાશે.’ દેશમાં પબ્લિક ક્લાઉડ પોલિસી લાવનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, આ નીતિના કારણે ખાનગી ક્ષેત્રમાં રોકાણમાં વધારો થશે, કારણ કે સરકાર પોતે સૌથી મોટી ડેટા સર્જક છે અને ગ્રાહક પણ છે.પરિણામે ઉદ્યોગમાં ૨ અબજ યુએસ ડોલરની તકો ઊભી થશે. પ્રત્યેક સરકારી વિભાગ ડેટા સ્ટોરેજનો ઉપયોગ કરશે. હવે તેમણે બોક્સીસ ખરીદવાની જરૂર નહીં પડે. અમે ટૂંક સમયમાં ક્લાઉડનો ઉપયોગ ફરજિયાત કરીશું તેમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. સરકારી વિભાગો હાલમાં તેમની પોતાની ડેટા સ્ટોરેજ સુવિધા ધરાવે છે, જેને ખાનગી સેક્ટરના વેન્ડર્સ વધુ સસ્તી અને સારી બનાવી શકે છે તેમ અધિકારીએ કહ્યું હતું. રાજ્ય માહિતી ટેકનોલોજી વિભાગના પ્રિન્સિપાલ સચિવ એસવીઆર શ્રિનિવાસે જણાવ્યું હતું કે, ‘આપણી પાસે ભંડોળ મર્યાદિત છે. ખાનગી ક્ષેત્ર આ કામ વધુ સારી રીતે કરી શકે છે તો પછી આપણે શા માટે વધુ નાંણાંનો ખર્ચ કરવો જોઈએ ? આપણે તેમના માટે સાનુકૂળ વાતાવરણ સર્જી શકીએ છીએ.’

Related posts

ગુજરાતની પાંચ કંપનીઓની મૂડી ૧૦,૦૦૦ કરોડથી નીચે

aapnugujarat

રેરાની હાલાકીને લઇ હજારો ત્રાહિમામ્‌ : ફરિયાદો કરાઈ

aapnugujarat

અંબુજા સિમેન્ટે ગુજરાત સ્થિત સાંઘી ઈન્ડસ્ટ્રીઝ ખરીદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1