Aapnu Gujarat
બિઝનેસ

અંબુજા સિમેન્ટે ગુજરાત સ્થિત સાંઘી ઈન્ડસ્ટ્રીઝ ખરીદી

સિમેન્ટ ઉદ્યોગમાં અદાણી જૂથ પોતાની સાઈઝ વધારવામાં વ્યસ્ત છે. અદાણીએ અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની ખરીદી કર્યા પછી વધુ એક સિમેન્ટ ઉત્પાદકની ખરીદી કરવામાં આવી છે. અદાણીની માલિકીની અંબુજા સિમેન્ટ્સે 5000 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યૂમાં ગુજરાત સ્થિત સાંઘી ઈન્ડસ્ટ્રીઝ ખરીદી છે. આ સાથે જ તે સિમેન્ટ ઉદ્યોગમાં પોતાની હાજરી વિસ્તારશે અને તેની ઉત્પાદન કેપેસિટી પણ વધશે.

અદાણી જૂથની કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે આજે જાહેરાત કરી કે સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 5000 કરોડમાં હસ્તગત કરવામાં આવી છે. હાલના પ્રમોટર પરિવાર રવિ સાંઘી અને ફેમિલી પાસેથી અંબુજા સિમેન્ટ્સ 56.74 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ એક્વિઝિશન આંતરિક એક્યુરલ દ્વારા ફંડ કરવામાં આવશે.
શેરબજારમાં આ સમાચાર ફેલાયા પછી અંબુજા સિમેન્ટ્સનો શેર ગેપમાં ઉપર ખુલ્યો હતો અને એનએસઈ પર ઈન્ટ્રા ડે હાઈ સપાટી રૂ. 468.50 બનાવી હતી. શેરબજાર ખુલતાની સાથે જ અંબુજા સિમેન્ટ્સના ભાવમાં સીધો 1.50 ટકાનો વધારો થયો હતો.
આજે સવારે આ સમાચાર પછી સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ઉછાળો આવ્યો હતો અને શેર 52 સપ્તાહની હાઈ સપાટી પર પહોંચી ગયો હતો. બજાર ખુલ્યા પછી મિનિટોની અંદર આ શેરનો ભાવ રૂ. 105.40 થઈ ગયો હતો.
સાંઘી ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં નવલખી પોર્ટ અને મહારાષ્ટ્રમાં ધર્માતર પોર્ટ પર સિમેન્ટ ટર્મિનલ ધરાવે છે. મોટા ભાગનો સિમેન્ટ દરિયાઈમાર્ગે વહન કરવામાં આવે છે જે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે અને ખર્ચ પણ ઓછો આવે છે. સાંઘી સિમેન્ટ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેરળના માર્કેટમાં હાજરી ધરાવે છે અને હાલમાં તેની પાસે 850 ડીલર્સનું નેટવર્ક છે.
સાંઘી સિમેન્ટને હસ્તગત કરવાના કારણે અંબુજા સિમેન્ટને બજારમાં હાજરી વધારવામાં મદદ મળશે. તેની સિમેન્ટ કેપિસિટી હાલમાં 67.5 એમટીપીએ છે તેને વધારીને 73.6 એમટીપીએ સુધી લઈ જઈ શકાશે. 2025 સુધીમાં અદાણી ગ્રૂપની કેપેસિટી 101 એમટીપીએ સુધી પહોંચી શકે છે.

સાંઘી ઈન્ડસ્ટ્રીઝ ખરીદવાની ડીલની જાહેરાત કરતા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે અંબુજા સિમેન્ટની ગ્રોથને વેગ આપવાની યોજનામાં આ એક મોટી સિદ્ધિ છે. સાંઘી ઈન્ડસ્ટ્રીઝ સાથે હાથ મિલાવીને અંબુજા તેની બજારમાં હાજરી વધારી શકશે. અમે અમારા પોર્ટફોલિયોને વધારે મજબૂત બનાવી શકીશું અને કન્સ્ટ્રક્શન મટિરિયલ સેક્ટરમાં પોઝિશન દૃઢ બનાવી શકાશે. આ એક્વિઝિશન સાથે અદાણી જૂથ 2028 સુધીમાં 140 એમટીપીએની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આગામી બે વર્ષમાં સાંઘીપુરમ પ્લાન્ટની કેપેસિટી વધારીને 15 એમટીપીએ કરવામાં આવશે.

Related posts

મોનસુનની પ્રગતિ, અન્ય પરિબળ વચ્ચે બજારમાં ઉથલપાથલ રહેશે

aapnugujarat

डेबिट कार्ड यूजर्स की संख्या में गिरावट

aapnugujarat

UPI ATM લોન્ચ થયું : હવે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી સુરક્ષિત રીતે રૂપિયા ઉપાડો

aapnugujarat
UA-96247877-1