Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપની પૈકીની ૬ની મૂડી એક લાખ કરોડ વધી ગઇ

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. દસ પૈકી છ કંપનીઓની માર્કેટ મુડી સંયુક્તરીતે ૧૦૭૩૭૦.૪ કરોડનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહ દરમિયાન ટીસીએસ, એચડીએફસી એને એચડીએફસી બેંકની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મુડીમાં ૩૪૮૧૧.૩૨ કરોડનો વધારો થયો છે જેથી તેમની માર્કેટ મુડી ૫૬૫૬૨૪.૧૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. ટોપ દસ કંપનીઓ પૈકીની તેની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો આ ગાળામાં થયો છે. એચડીએફસીની માર્કેટ મુડીમાં ૨૨૨૩૮.૪૮ કરોડનો વધારો થતા તેની મુડી હવે વધીને ૩૦૩૬૧૪.૨૮ કરોડ સુધી પહોંચી ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડીમાં ૨૨૧૫૮.૫૧ કરોડનો વધારો થતાની તેની માર્કેટ મુડી વધીને ૫૦૫૩૮૪.૯૨ કરોડ સુધી પહોંચી ગઇ છે.
ઇન્ફોસીસની માર્કેટ મુડીમાં આ ગાળા દરમિયાન ૧૪૧૬૨.૯૧ કરોડનો વધારો થતા તેની માર્કેટ મુડી વધીને ૨૪૯૬૮૦.૦૬ કરોડ સુધી પહોંચી ગઇ છે. આઇટીસીની માર્કેટ મુડીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બીજી બાજુ રીલાયન્સની માર્કેટ મુડીમાં ૧૦૯૮૧.૬૪ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મુડી હવે ઘટીને ૫૮૮૬૪૨.૮૧ કરોડ થઇ ગઇ છે. ઓએનજીસીની માર્કેટ મુડી ૮૫૩૪.૧ કરોડ ઘટી જતા તેની માર્કેટ મુડી ઘટીને ૨૪૮૪૫૧.૪૩ કરોડ થઇ ગછે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૯૧૯ પોઇન્ટનો રેકોર્ડ ઉછાળો આવ્યો છે. નિફ્ટીમાં ૨૧૩ પોઇન્ટનો ઉછાળો રહ્યો છે. ટોપની દસ કંપનીઓ પૈકીની આરઆઈએલ માર્કેટ મુડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક પર છે. જ્યારે ટીસીએસ બીજા સ્થાને છે. એચડીએફસી બેંક ત્રીજા સ્થાન પર છે.

Related posts

અદાણી એન્ટરપ્રાઈઝિસ સહિતના શેરોમાં ઓચિંતો વધારો

aapnugujarat

મુકેશ અંબાણી ૩.૫ લાખ કરોડની નેટવર્થ સાથે ૧૧માં વર્ષે સૌથી ધનાઢ્ય ભારતીય

aapnugujarat

કોરોનાએ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીની કમર તોડી

editor

Leave a Comment

UA-96247877-1