Aapnu Gujarat
મનોરંજન

પ્રભાસની સાથે દીપિકાને ચમકાવવા માટેની તૈયારી

ફિલ્મ બાહુબલીની વિક્રમી સફળતા બાદ હવે પ્રભાસને લઇને ફિલ્મો બનાવવા માટે નિર્માતા નિર્દેશકો પ્રયાસ કરવામાં લાગી ગયા છે. પ્રભાસે હજુ સુધી બોલિવુડમાં એન્ટ્રી કરી નથી પરંતુ તેના પર તમામની નજર છે. તે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે હોટકેક બનેલા સ્ટાર તરીકે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અભિનેત્રી શ્રદ્ધા કપુર એક ફિલ્મમાં તેની સાથે કામ કરવા જઇ રહી છે. સાહો ફિલ્મમાં આ બન્નેની જોડી જોવા મળનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બોલિવુડની પ્રથમ ફિલ્મમાં તેની સાથે દીપિકા નજરે પડી શકે છે. એમ કહેવામાં આવે છે કે પ્રભાસ ટુંક સમયમાં જ બોલિવુડમાં એન્ટ્રી કરી લેશે. આ ફિલ્મને ૬ણ વર્ષ પહેલા જ મંજુર કરવામાં આવી હતી. એવુ પણ જાણવા મળ્યુ છે કે ફિલ્મના નિર્માતા દીપિકાનો સંપર્ક પણ કરી ચુક્યા છે. જો કે વાતચીત હાલમાં જારી છે. દીપિકાએ ફિલ્મને લઇને હજુ સુધી કોઇ મંજુરી આપી નથી. તે નવી ફિલ્મમાં અન્ય કલાકારો સાથે જોવા મળી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે જો દીપિકા સાથે વાત બનશે નહી તો આલિયા ભટ્ટ અથવા તો કેટરીના કેફને લેવામાં આવી શકે છે. જો કે દીપિકા માની જાય તેમ માનવામાં આવે છે. કારણ કે પ્રભાસ સાથે ફિલ્મ કરીને તેની લોકપ્રિયતા અનેક ગણી વધી શકે છે.
બીજી બાજુ દીપિકા હાલમાં પોતાની મહત્વકાંક્ષી ફિલ્મ પદ્માવત રજૂ કરવામાં ન આવતા હતાશ દેખાઇ રહી છે. કારણ કે સૌથી જંગી બજેટ સાથે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મમાં શાહિદ કપુર અને રણવીર સિંહ પણ કામ કરી રહ્યા છે. ફિલ્મ વિવાદોના કારણે રજૂ કરાઇ નથી. રાજપુત સમુદાયના લોકો ફિલ્મને લઇને વાંધો ઉઠાવી રહ્યા છે.

Related posts

ધૂમ-૪માં સલમાન નહીં પરંતુ શાહરૂખ મચાવશે ધૂમ

aapnugujarat

सिद्धार्थ और परिणीति की ‘जबरिया जोड़ी’ का ट्रेलर रिलीज

aapnugujarat

કરીના કપુર ફિલ્મોમાં ફરી સક્રિય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1