Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પનું ન્યૂક્લિયર બટન ટ્‌વીટ તેની નબળી માનસિકતા દર્શાવે છેઃ નોર્થ કોરિયા

નોર્થ કોરિયાના સ્ટેટ-રન મીડિયાએ એક આર્ટિકલમાં યુએસના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્‌વીટ સામે સવાલ ઉઠાવ્યો હતો. આ આર્ટિકલમાં લખ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની ટ્‌વીટ જેમાં તેઓએ ’પોતાની પાસે મોટું ન્યૂક્લિયર બટન’ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.  નોર્થ કોરિયાએ આ ટ્‌વીટને ’પાગલનો કર્કશ અવાજ’ ગણાવી હતી. અહીંની સત્તારૂઢ પાર્ટીના ન્યૂઝપેપર રોડોંગ સિન્મને ટ્રમ્પના ટ્‌વીટની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલાં નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ન્યૂક્લિયર બટન તેના ટેબલની નીચે રાખે છે, તેવું નિવેદન આપ્યું હતું. જેની સામે ટ્રમ્પે ૩ ટ્‌વીટ કરી હતી.  ટ્રમ્પે લખ્યું હતું કે, મારી પાસે પણ ન્યૂક્લિયર બટન છે, પણ તે કિમ જોંગના બટન કરતા મોટું અને વધારે શક્તિશાળી છે, વળી મારું બટન કામ પણ કરે છે.નોર્થ કોરિયાની ઓફિશિયલ ન્યૂઝ એજન્સીએ આ ટ્‌વીટને ’પાગલનો કર્કશ અવાજ’ ગણાવી હતી.ટ્રમ્પની મૂર્ખ જેવી ટ્‌વીટ તેની માનસિક હાલતને દર્શાવે છે. રોડોંગ સિન્મન અનુસાર, તેની (ટ્રમ્પ) ટ્‌વીટ માત્ર ગાંડા લોકો જ પચાવી શકે છે.

Related posts

अमेरिकी संसद में नया इमीग्रेशन बिल पेश

editor

દક્ષિણ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો : ૩૦નાં મોત, ૭૦થી વધુ ઘાયલ

aapnugujarat

कुर्द फरिश्ते नहीं हैं : ट्रंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1