Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા સમજાવી રહ્યું છે ભારત કોઈ જ ખતરો નથી : પાક. સંરક્ષણ મંત્રી

આતંકવાદ મુદ્દે અમેરિકાએ તતડાવ્યા બાદ અને સૈન્ય મદદ બંધ કર્યા બાદ પણ પાકિસ્તાન તેની પુંછડી ઉપર જ રાખવાનો દેખાવ કરે છે. પાકિસ્તાને કહ્યું છે કે અમેરિકા ઈચ્છે છે કે ઈસ્લામાબાદે નવી દિલ્હી સાથેના તેના રણનૈતિક વલણમાં પરિવર્તન લાવવું જોઈએ. અમેરિકા તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે ભારત તેના માટે કોઈ જ ખતરો નથી.પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખુર્રમ દસ્તગીર ખાને કહ્યું હતું કે વર્તમાન સમય અમેરિકા સાથે વિનમ્ર રીતે વાતચીત કરવાનો છે. નિષ્ઠુર વાતચીતના બદલે હવે ટેબલ પર બેસી તમામ મુદ્દે વાતચીત કરવાની જરૂર છે, જેથી ઈસ્લામાબાદ અને વોશિંગ્ટન વચ્ચે ઉભી થયેલી તમામ ગેરસમજને દૂર કરી શકાય.પાકિસ્તાન નેશનલ અસેમ્બલીમાં સોમવારે સરકારની વિદેશ નીતિની રૂપરેખા અને પાકિસ્તાનની આંતરીક સુરક્ષા સ્થિતિ પર નીતિગત નિવેદન કરતા સંરક્ષન મંત્રી ખુર્રમ દસ્તગીર ખાને નિરાશા સાથે કહ્યું હતું કે, અમેરિકાએ નિયંત્રણ રેખા અને વર્કિંગ બાઉન્ડ્રી પર ભારતના આક્રમક વલણને ગંભીરતાથી નથી લીધું. પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના મૂળભૂત મતભેદોમાં ભારતને લઈને બંધાયેલી ધારણા મુખ્ય મુદ્દો છે. હવે સમય પાકી ગયો છે કે પાકિસ્તાન અને અમેરિકા વિનમ્ર રીતે ટબલ પર બેસી તમામ મુદ્દે ચર્ચા કરે.ખાને કહ્યું હતું કે, વોશિંગ્ટન અમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, ભારત કોઈ જ ખતરો નથી. પરંતુ સત્ય હંમેશા સત્ય જ હોય છે. હલના સમયમાં ભારતની તાકાત અને ઈરાદા બંને પાકિસ્તાનને લઈને શસ્ત્રુતાપૂર્ણ છે.પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છુપાવવા માટે ભારત પર આરોપ લગાવતું આવ્યું છે કે, તે અફઘાનિસ્તાનનો ઉપયોગ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ માટે કરી રહ્યું છે. જોકે ભારત આ પ્રકારના આક્ષેપો હંમેશા ફગાવતું આવ્યું છે. ખાને આરોપ લગાવ્યો હતો કે ભારતે પાકિસ્તાન સાથે અડીને આવેલી સરહદો પર સૈનિકો, સામગ્રીઓ અને ચોકીઓની સંખ્યા વધારી દીધી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એલઓોસી પર સીઝફાયર ઉલ્લંઘન માટે ૨૦૧૭નું વર્ષ ભયાનક રહ્યું.હંમેશા વાહિયાત પ્રકારના આક્ષેપો માટે જાણીતા પાકિસ્તાને કહ્યું હતું કે, ભારતે પોતાની સૈન્ય ક્ષમતા વધારી દીધી છે અને તે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. ભારત સરકારના શસ્ત્રુતાપૂર્ણ વલણ અને પાકિસ્તાન વિરોધી નીતિના કારણે શાંતિ માટેની વાતચીતની જગ્યા રહી નથી.પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી અમેરિકાની ટીકા કરવાનું ચુક્યા ન હતાં. તેમણે કહ્યું હતું કે, અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધમાં જીત નથી મેળવી શકતું તેથી તે પાકિસ્તાનને બલીનો બકરો બનાવવા માંગે છે.

Related posts

एडवांस ९६-बी टैकों के साथ चीन का बोर्डर पर युद्ध अभ्यास

aapnugujarat

Trump cancels G7 summit at Florida

aapnugujarat

इंडोनेशिया में खोली गई पहली हिंदू यूनिवर्सिटी ‘सुग्रीव’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1