Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્મીઓ માટે ગ્રેજ્યુએટી પર ટેસ્ટ છુટછાટ મર્યાદા ૨૦ લાખ કરાશે

સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને ટુંક સમયમાં જ મોટી રાહત મળી શકે છે. હકીકતમાં આગામી બજેટ સત્રમાં પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી અમેન્ડમેન્ટ એક્ટ ૨૦૧૭ને પાસ કરવામાં આવી શકે છે. આ સુધારા બિલ પાસ કરવામાં આવ્યા બાદ કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી પર ટેક્સ છુટછાટની મર્યાદા ૨૦ લાખ રૂપિયા કરી દેવામાં આવનાર છે. હાલમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કર્મચારીઓને પાંચ વર્ષ અથવા તો તેનાથી વધારેની સર્વિસ પર ૧૦ લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી ટેક્સ છુટછાટની હદમાં આવે છે. આ સુવિધા તેમને નોકરી છોડી દેવા અથવા તો પેન્શનના સમયમાં મળે છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી સુધારા બિલ ૨૦૧૭ સંસદના આગામી બજેટ સત્રમાં પાસ કરવામાં આવી શકે છે. સંસદ સત્ર આ મહિનાનના અંતમાં શરૂ થનાર છે.સરકાર સંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા કર્મચારીઓને કેન્દ્ર સરકારના બરોબરીની સાથે ટેક્સ ફ્રી ગ્રેચ્યુટીની મર્યાદા ૨૦ લાખ રૂપિયા કરવા માટે ઇચ્છુક છે. અત્રે નોંધનીય છે કે આ બિલ ગયા મહિનામાં સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ. એક વખતે આ બિલ સંસદમાં પાસ થઇ ગયા બાદ સરકારને બીજી વખત ટેક્સ પ્રી ગ્રેચ્યુટીની મર્યાદા નક્કી કરવામાં કઇ પણ કરવુ પડશે નહી. આ બિલ હેઠળ સરકારને કેન્દ્રિય કાયદા હેઠળ માતૃત્વ અવકાશની અવધિ અને ગ્રેચ્યુટીને નોટીફાય કરવાની તક મળી જશે. આ બિલ ૧૮મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે લોકસભામાં શ્રમ પ્રધાન સંતોષ ગંગવાર દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતુ. બિલને લઇને તમામની નજર કેન્દ્રિત થયેલી છે. વર્તમાન પેમેન્ટઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨ને ફેક્ટરીઝ, માઇન્સ, ઓઇલફિલ્ડ, પોર્ટ, રેલવે કંપનીઓ જેવી સંસ્થાઓમાં કામ કરનાર કર્મચારીઓને ગ્રેજ્યુએટી પેમેન્ટ માટે અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કાયદો એવા કર્મચારીઓ ઉપર લાગૂ થાય છે જે કર્મચારીઓ કોઇ એક સંસ્થામાં સતત પાંચથી વધુ વર્ષ સુધી કામ કરી ચુકયા છે. અલબત્ત સંસ્થામાં ઓછામાં ઓછા ૧૦ અથવા તો વધારે કર્મચારીઓ હોવા જોઇએ. આ સુધારા બિલના પરિણામ સ્વરુપે કેન્દ્ર સરકારને માતૃત્વ રજાઓ ઉપર પણ મહત્વનો અધિકાર મળશે. હાલમાં ૨૬ સપ્તાહ સુધી મહત્તમ માતૃત્વ રજા આપવામાં આવે છે. સામાન્યરીતે કર્મચારીના નિવૃત્તિ થવાની સ્થિતિ ગ્રેજ્યુએટીનું પેમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કેટલાક કેસમાં પણ કર્મચારીઓને ગ્રેજ્યુએટી લાભ આપવામાં આવે છે.

Related posts

સેન્સેક્સમાં ૧૦૬ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

જમ્મુ કાશ્મીરમાં જીએસટીને અમલી કરવા થયેલ ઠરાવ

aapnugujarat

किसान आंदोलन पर CM नीतीश का बयान – कृषि कानून से होगा फायदा

editor

Leave a Comment

UA-96247877-1