Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વર્ષ ૨૦૧૭માં પાકિસ્તાનના ૧૩૮ જવાનોને ઠાર મરાયા : રિપોર્ટ

ભારતીય સેનાએ વર્ષ ૨૦૧૭માં જુદા જુદા ઓપરેશનમાં ૧૩૮ પાકિસ્તાની જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા છે. સરકારી ઇન્ટેલીજન્સ સુત્રોએ આજે આ મુજબની માહિતી આપી હતી. અંકુશરેખા ઉપર સામસામે ગોળીબાર અને અન્ય ઓપરેશનમાં વર્ષ ૨૦૧૭માં ભારતીય સેનાએ ૧૩૮ પાક જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા છે. બીજી બાજુ એલઓસી ઉપર આજ ગાળા દરમિયાન ભારતીય સેનાએ ૨૮ જવાનો ગુમાવ્યા છે. સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ પાકિસ્તાની સેના સામાન્યરીતે પોતાના જવાનો અને પોતાના કર્મચારીઓના મોતના અહેવાલને સ્વિકારતી નથી. તેમને ચોક્કસ કેસોમાં નાગરિક ખુવારી તરીકે ગણાવી દે છે. ભારતીય સેનાએ અંકુશરેખા ઉપર યુદ્ધવિરામના ભંગના મામલામાં ખુબ જ આક્રમક વલણ અપનાવ્યું છે અને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ ઉપર મોટાભાગે બ્રેક મુકવામાં આવી છે. ઓપરેશન ઓલઆઉટ હેઠળ વર્ષ ૨૦૧૭માં ૨૦૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાને મોટી નુકસાની ઉઠાવી પડી છે. ટેક્ટિકલ ઓપરેશનમાં અને સરહદપારથી ગોળીબારના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ૧૩૮ જવાનો ગુમાવવા પડ્યા છે. આ ઉપરાંત ૧૫૫ને ઇજા થઇ છે. બીજી બાજુ ગોળીબાર અને અન્ય બનાવમાં ભારતીય સેનાના ૭૦ જવાનો ઘાયલ થયા છે. પાકિસ્તાની સેનાના પક્ષે ખુવારીના સંદર્ભમાં પુછવામાં આવતા ભારતીય સેનાએ કોઇ વિગત આપવાનો ઇન્કાર કર્યો છે. જો કે, સેનાના પ્રવક્તા કર્નલ અમલ આનંદનું કહેવું છે કે, ભારતે પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા યુદ્ધવિરામના ભંગને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ કાર્યવાહી જારી રહેશે. સત્તાવાર સુત્રોના કહેવા મુજબપાકિસ્તાની સૈનિકો દ્વારા વર્ષ ૨૦૧૭માં યુદ્ધવિરામ ભંગના ૮૬૦ વખત બનાવ બન્યા છે. ગયા વર્ષે ૨૨૧ વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો હતો. સુત્રોનું કહેવું છે કે, ૨૫મી ડિસેમ્બરના દિવસે જમ્મુ કાશ્મીરમાં એલઓસી પાર કરીને ભારતીય કમાન્ડોની ટુકડીએ ત્રણ પાકિસ્તાની જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પાકિસ્તાની સેનાએ મોતની કબૂલાત કરી હતી પરંતુ મોડેથી આ માહિતી દૂર કરી દીધી હતી. ભારતીય સેનાએ ગયા વર્ષે સ્નીપર ફાયરિંગમાં ૨૭ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા જ્યારે સાત જવાનો ગુમાવ્યા હતા. ભારતીય સેના હાલમાં પાકિસ્તાનની જમીન ઉપર પણ કેટલીક વખત ઓપરેશન પાર પાડી ચુકી છે. ગયા વર્ષે મે મહિનામાં ભારતીય સેનાએ અંકુશરેખા ઉપર પાકિસ્તાની ચોકીઓ ઉપર હુમલો કર્યો હતો.

Related posts

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૭ કેસ

editor

भाजपा का 20-21 व 27-28 का बूथ चलो अभियान

aapnugujarat

દેશમાં ટ્રાફિક કન્ટ્રોલ કરવામાં ઈ-ચલણ થકી દંડમાં વધારો : માર્ગ અકસ્માતમાં ડેથ રેટ ઘટ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1