Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ભારતમાં ક્ષમતા છે : ૭.૩ ટકા વિકાસ દર થઇ શકે છે : વર્લ્ડ બેંક

હાલમાં જ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં વિકાસ દરનો અંદાજ ઘટાડી દેવામાં આવ્યા બાદ ચારેબાજુથી ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલી મોદી સરકારને મોટી રાહત મળી છે. કારણ કે વર્લ્ડ બેંકે કહ્યુ છે કે ભારતમાં મોટી ક્ષમતા રહેલી છે. વર્ષ ૨૦૧૮માં વિકાસ દર ૭.૩ ટકા રહી શકે છે. વર્લ્ડ બેંકે કહ્યુ છે કે આ મહત્વકાંક્ષી સરકારમાં થઇ રહેલા વ્યાપક સુધારા ઉપાયની સાથે સ્થિતીમાં સુધારો થઇ શકે છે. બીજી ઉભરતી અર્થવ્યવસ્થાની તુલનામાં વિકાસ દર વધારે રહી શકે છે. વર્લ્ડ બેંકે આજે વર્ષ ૨૦૧૮ માટે ભારતના વિકાસ દર ૭.૩ ટકા રહેવાનો અંદાજ મુકી દીધો છે. એટલુ જ નહીં વિશ્વ બેંકના અંદાજ મુજબ ભારત આગામી બે વર્ષમાં ૭.૫ ટકાના વિકાસ દરને હાંસલ કરી શકે છે. વર્લ્ડ બેંકે ગ્લોબલ ઇકોનોમિક ચિત્ર જારી કરીને આ મુજબની વાત કરી છે. તેના કહેવા મુજબ નોટબંધી અને જીએસટીના કારણે શરૂઆતી ફટકા પડ્યા બાદ વર્ષ ૨૦૧૭માં ભારતનો વિકાસ દર ૬.૭ ટકા રહેવાનો અંદાજ છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કેટલી સારી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચીની અર્થતંત્રની સ્થિતી નબળી રહેલી છે. ભારત ચીનની સ્થિતીની તુલનામાં વધારે મજબુત સ્થિતીમાં છે. વર્લ્ડ બેંક પહેલા પણ કેટલીક આર્થિક મામલાની સાથે જોડાયેલી સંસ્થા દ્વારા ભારતનુ ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવી ચુક્યુ છે. વર્લ્ડ બેંકના ડેવલપમેન્ટ ગ્રુપના ડિરેક્ટર એ કૌસેએ કહ્યું છે કે, આગામી બેઠકમાં ભારત દુનિયાની બીજી સૌથી ઝડપથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થામાં વધારે વિકાસદર હાસલ કરવા જશે. તેમણે કહ્યું હતું કે, શોર્ટ ટર્મ આંકડા પર ભારતનું ધ્યાન નથી. ભારતનું વિસ્તૃત ચિત્ર ઉભરી રહ્યું છે જે દર્શાવે છે કે, ભારતમાં વિશાળ ક્ષમતા રહેલી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૭માં ચીન ૬.૮ ટકાના દરથી આગળ વધ્યું છે જે ભારતની સરખામણીમાં માત્ર ૦.૧ ટકા વધારે છે. વર્ષ ૨૦૧૮માં ચીન માટે વિકાસ દરનો અંદાજ ૬.૪ ટકા છે જ્યારે આગામી બે વર્ષ માટે આ અંદાજ ઘટાડીને ક્રમશઃ ૬.૩ અને ૬.૨ ટકા કરી દેવામાં આવ્યો છે.

Related posts

सोने-चांदी की चमक फीकी

aapnugujarat

સરકાર સાવ સસ્તા ભાવે અનાજ આપશે : રામવિલાસ પાસવાન

aapnugujarat

ગ્રાહક હવે વીજ કંપની બદલી શકશે, કાયદામાં કરાશે ફેરફાર : આર.કે.સિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1