Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાની ૧૯૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે : મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વડોદરા જિલ્લાની ૧૯૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી ફ્રેબ્રુ-૧૮માં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આદર્શ આચાર સહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. એટલુ જ નહી અધિકારી કર્મીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવાયુ છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર તા.૧૫/૦૧/૧૮ના રોજ ચૂંટણીની નોટિસો/જાહેરનામા પ્રસિધ્ધ થશે. તા.૨૦/૦૧/૧૮ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. તા.૨૨/૦૧/૧૮ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. તા.૨૩/૦૧/૧૮ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. તા.૦૪/૦૨/૧૮ને રવિવારના રોજ સવારના ૦૮:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી મતદાન યોજાશે. જ્યારે તા.૦૬/૦૨/૨૦૧૮ના રોજ મતગણતરી હાથ ધરાશે. ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. મતદારો ચૂંટણી ઓળખ કાર્ડ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગે નિયત કરેલ જુદા જુદા ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે. ગ્રામ પંચાયતની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીમાં ઇવીએમ(ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન)ના ઉપયોગથી મતદાન થશે.

Related posts

કડીમાં થોળ રોડ પરનો અંડરબ્રિજ સ્વિમિંગપુલ બન્યો

editor

ધોળકા વિધાનસભા ચૂંટણીમાં અનિયમિતતા : રિટનિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝર્વર વિનિત બોહરા સામે કાર્યવાહી

aapnugujarat

હવે વિદેશી પ્રવાસીઓ તાજમહેલ નહી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છે : સીઆર પાટીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1