Aapnu Gujarat
મનોરંજન

હનીપ્રીતની માતાએ રાખી સાવંથ વિરુદ્ધ પાંચ કરોડનો દાવો કર્યો

બળાત્કારના કેસમાં દોષી સાબિત થયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા ગુરમીત રામરહીમ અને તેની દીકરી હનીપ્રીત ફરથી ચર્ચામાં છે. તાજેતરમાં જ હનીપ્રીતની માતાએ રાખી સાવંત પર કેસ કર્યો છે. હનીપ્રીતની માતા આશા તનેજાએ અભિનેત્રી રાખી સાવંત વિરુદ્ધ ૫ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. તેમનો આરોપ છે કે રાખીએ હનીપ્રીતના ચરિત્રને ખરાબ રીતે દર્શાવી રહી છે. આ અંગે મળતી વિગતોનુસાર ગત ઓગસ્ટ માસમાં ધરપકડ બાદ જેલવાસ ભોગવી રહેલી હનીપ્રીતની માતા રાખી સાવંત વિરુદ્ધ જંગે ચઢી છે. મહત્વપૂર્ણ છે કે રામ રહીમ પર બની રહેલી ફિલ્મમાં રાખી સાવંત હનીપ્રીતનું પાત્ર ભજવી રહી છે. અગાઉ રાખી સાવંતે નિવેદન આપ્યું હતુ કે તે અને હનીપ્રીત મિત્ર હતા. તેણે જ હનીપ્રીતને એક્ટીંગ અને સ્ટાઈલિંગ શીખવાડી હતી. પરંતુ હનીપ્રીતને રાખીથી જલન થવા લાગી હતી. ત્યારબાદ તેમના સંબંધો ખરાબ થઈ ગયા હતા. હવે બળતાંમાં ઘી સમાન ઘટના બની છે હનીપ્રીતની માતાએ પાઠવેલી નોટીસથી. જો કે આ નોટીસ અંગે હજૂ સુધી રાખી સાવંત તરફથી કોઈ નિવેદન કરવામાં નથી આવ્યું.

Related posts

रीबॉक ने वरुण धवन को बनाया ब्रांड एम्बेसडर

aapnugujarat

માત્ર પૈસા માટે ફિલ્મોમાં આવ્યો હતો : અક્ષય

aapnugujarat

સંજય દત્તે ભૂમિની રજૂઆત તારીખને આગળ વધારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1