Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઇના મરોલ વિસ્તારમાં આગ : ચાર લોકો ભડથુ થયા

મુંબઇમાં એક ઇમારતમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નિકળી હતી. આ આગની ઘટનામાં ચાર લોકો બળીને ભડથુ થઇ ગયા હતા. સાથે સાથે અન્ય સાત લોકો દાજી ગયા હતા જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. અંધેરીના મરોલ વિસ્તારમાં મૈમુન બિલ્ડિંગમાં મોડી રાત્રે આગ ફાટી નિકળી હતી. દાજ ગયેલા તમામ લોકોને સારવાર માટે નજકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ ફાટી નિકળ્યા બાદ તરત જ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હત. સ્થિતીને ભારે જહેમત બાદ કાબુમાં લઇ લેવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે આ સપ્તાહ પહેલા કમલા મિલ કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં ૧૫ લોકોના મોત થયા હતા. એક પબમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં ૫૦થી વધારે લોકો દાજી ગયા હતા. કમલા મિલ કમ્પાઉન્ડમાં એક અમદાવાદની યુવતિનુ પણ મોત થયુ હતુ. મૈમુન ઇમારતમાં આગ ફાટી નિકળવાની ઘટના અંગે માહિતી મળી શકી નથી. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઇમારતના ત્રીજા માળમાં આગ લાગવાના કારણે ઘટના બની હતી. કમલા મિલ કમ્પાઉન્ડની ઘટનામાં આગ ફાટી નિકળ્યા બાદ ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. દાઉદી વ્હોરા કોલોની સાથે જોડાયેલી મેમુન મંજિલમાં આગ ફાટી નિકળી હતી. મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં ૧૪ વર્ષીય શાકિના એ કપાસી, ૧૦ વર્ષીય મોહસિન એ કપાસી, ૪૨ વર્ષીય તસલીમ એ કપાસ અને સિનિયર સિટીઝન દાઉદઅલી કપાસીનો સમાવેશ થાય છે. ચાર માળની આ ઇમારતમાં ત્રીજા માળે એક ફ્લેટમાં આ લોકો રહેતા હતા. તમામને કુપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રવેશ પહેલા જ તેમને મૃત જાહેર કરાયા હતા. કોઠારી પરિવારના કેટલાક સભ્યો દાજી ગયા હતા જે પડોશમાં રહેતા હતા તેમની ઓળખ પણ કરી લેવામાં આવી છે જેમાં ૫૭ વર્ષીય ઇબ્રાહીમ કોઠારી, ૫૩ વર્ષીય શાકીના કોઠારી, ૨૬ વર્ષીય હુસૈન કોઠારી અને ૨૧ વર્ષીય હાફીઝા કોઠારીનો સમાવેશ થાય છે. સારવાર માટે તેમને હોલીસ્પિરીટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચાર પૈકી ઇબ્રાહિમ ગંભીરરીતે દાઝી ગયા છે અને તે આઈસીયુમાં છે. ૪૨ વર્ષીય જારાને રજા આપી દેવાઈ છે. ઇલેક્ટ્રીક વાયરિંગ અને અન્ય ચીજોના લીધે આગ ફાટી નિકળી હતી. ફાયર અંગે કોલ સવારે ૨.૦૯ વાગે મળ્યો હતો અને ફાયર ટીમ ૨.૩૪ વાગે પહોંચી હતી. આગની ઘટનામાં તપાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ હતુ કે ફાયરના પુરતા સાધન ન હતા. આ બનાવ બન્યા બાદ દેશના અન્ય ભાગોમાં પણ ફાયરની સુવિધાને લઇને પ્રશ્નો ઉઠ્યા હતા. કાર્યવાહી પણ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં કમલા મિલ કમ્પાઉન્ડ સ્થિત એક અબવ રેસ્ટોરન્ટ, લંડન ટેક્સી બાર અને મૌજો પબમાં ગુરૂવારે ભીષણ આગ ફાટી નિકળ્યા બાદ ઓછામાં ઓછા ૧૫ લોકો બળીને ભડથુ થઇ ગયા હતા અને અન્ય ૧૬ લોકો દાજી ગયા હતા. આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં ૧૨ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. ઘાયલ થયેલા લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલે ૧૫ લોકોના મોતના અહેવાલને સમર્થન મળ્યું હતું.

Related posts

ભાજપ ‘બ્લૂ ફિલ્મ’ દેખાડીને જીતવા માંગે છે ચૂંટણી : રાજ ઠાકરે

aapnugujarat

શિવસેના સાથે સમાધાન કરવા ભાજપની પ્રાથમિક તૈયારીઓ : રાજ્યસભા ડેપ્યુટી ચેરમેન પોસ્ટની ઓફર કરાઈ

aapnugujarat

गर्मी और लू के चलते बिहार में एक दिन में ४४ की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1