Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૦ પાકિસ્તાની રેન્જર્સ ઠાર : બીએસએફે બદલો લીધો

જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારમાં જવાન શહીદ થયા બાદ બીએસએફે જોરદાર જવાબી કાર્યવાહી કરી છે. બીએસએફે પાકિસ્તાનની સામે મોટી કાર્યવાહી કરીને બે ચોકીઓને ફૂંકી મારી છે. સુત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઓછામાં ઓછા ૧૦ પાકિસ્તાની જવાનો પણ માર્યા ગયા છે.
અલબત્ત આંકડાના સંદર્ભમાં પુરતી માહિતી મળી શકી નથી. આ કાર્યવાહી બુધવારે મોડી રાત્રે હાથ ધરવામાં આવી હતી. સાંબા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં બીએસએફના જવાન આરપી હજરા બુધવારના દિવસે શહીદ થયા હતા. હજરા સાંબા સેક્ટરમાં તૈનાત બીએસએફના હેડકોન્સ્ટેબલના હોદ્દા ઉપર હતા. બુધવારના દિવસે તેમનો જન્મદિવસ હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, હજરા શહીદ થયા બાદ પાકિસ્તાની સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીએસએફના પ્રવક્તાએ કહ્યું છે કે, જવાનોએ બે પાકિસ્તાની મોર્ટાર અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમને ફૂંકી મારવામાં આવી હતી. બીએસએફ જવાનોએ જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ઘુસણખોરીના એક પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો. બીએસએફ, જમ્મુ ફ્રન્ટીયરના મહાનિર્દેશક રામ અવતારે માહિતી આપતા કહ્યું છે કે, જવાનોએ આજે સવારે ૫.૪૫ વાગ્યાની આસપાસ અરણ્ય સેક્ટરમાં હુમલો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ૨-૩ લોકોને નિહાળવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

રોકડની અછત અઢી વર્ષમાં સૌથી ખરાબ

aapnugujarat

ગુજરાતનાં સાત જિલ્લામાં પુરની સ્થિતિ

aapnugujarat

શ્રીલંકા ૮ બ્લાસ્ટથી હચમચ્યું : ૨૧૫થી વધુનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1