Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહિલાઓએ ચુસ્ત બુરખો પહેરવો ન જોઇએ : દારુલ ઉલૂમ

ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદ સ્થિત ઇસ્લામિક શિક્ષણ આપતી સંસ્થા દારુલ ઉલૂમે હવે બુરખા સામે ફતવો બહાર પાડયો છે ! દારુલ ઉલૂમના ઇસ્લામી જાણકારોનું કહેવું છે કે મહિલાઓએ ચુસ્ત બુરખો પહેરવો ન જોઇએ કેમકે તેમાંથી શરીરના અંગ દેખાય છે. દારુલ ઉલૂમના ધાર્મિક વિદ્વાનોનું કહેવું છે કે મહિલાઓએ ડિઝાઇનર અને ચસોચસ બુરખો પહેરવો ઇસ્લામમાં મોટો ગુનો અને ગેરકાયદે છે. દેવબંદના એક મુસ્લિમ શખ્સે દારુલ ઉલૂમના ઇફ્તા વિભાગને લેખિત સવાલ પૂછયો હતો કે મુસ્લિમ મહિલાઓ માટે પહેરવેશમાં શાલીનતાનો સંદેશો શું હોવો જોઇએ ? આ શખ્સે પૂછયું હતું કે શું મહિલાઓએ એવા કપડાં પહેરવા જોઇએ કે જેમાંથી તેમના અંગ જાહેર થઇ જાય ?  આ શખ્સે એમ પણ કહ્યું કે શું ચમકદાર બુરખાને કારણે પરપુરુષની નજર મહિલાઓ ભણી આર્કિષત થતી હોય એવા કપડાં પહેરવા જોઇએ ? આ સવાલના જવાબમાં દારુલ ઉલૂમ દેવબંદના મુફ્તીઓએ આ જવાબ આપ્યો હતો. દેવબંદના મુફ્તીઓનું એમ પણ કહેવું છે કે મહિલાઓ છુપાવી રાખવાની ચીજ છે. જો કોઇ મહિલા ઘરની બહાર નીકળે છે, તો શેતાન તેને ઘૂરકે છે, તેથી મુસ્લિમ મહિલાઓએ જરૃર ન હોય તો ઘરની બહાર નીકળવું જ ન જોઇએ.  ફતવા મુજબ જો મુસ્લિમ મહિલાએ ઘરની બહાર નીકળવું હોય તો પોતાના શરીરને એવી રીતે ઢાંકવું જોઇએ કે તેના અંગ બહાર ન દેખાય. એ ઉપરાંત ઢીલા કપડાં પહેરવા જોઇએ. મુફ્તીઓના મતે ચુસ્ત, ડિઝાઇનર અને ચુસ્ત તથા તંગ કપડાં કે બુરખા પહેરીને બહાર નીકળવાથી લોકો આર્કિષત થાય છે. મુસ્લિમ મહિલા સંગઠનોએ દેવબંદના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ પ્રશ્ન બિનજરૃરી સમયે પુછાયો છે અને એ સવાલ પૂછનારાની નિયત ઉપર પણ પ્રશ્ન ઊઠે છે.  યાદ રહે કે આ પહેલાં જ્યારે મુસ્લિમ છોકરી આલિયા ખાને ગીતાના શ્લોકનું પઠન કરવામાં ઉત્તર પ્રદેશમાં બીજું સ્થાન મેળવ્યું ત્યારે પણ દારુલ ઉલૂમે તેને ગેરઇસ્લામી લેખાવ્યું હતું.

Related posts

રિઝર્વ બેંકે વિદેશમાં નાણાં મોકલવાના નિયમો કડક બનાવ્યાં

aapnugujarat

આરજેડી અને કોંગ્રેસ દ્વારા બેઠકોની જાહેરાત

aapnugujarat

દયાશંકરસિંહને ભાજપ આપશે રાજ્યસભા ચૂંટણીની ટિકિટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1