Aapnu Gujarat
ગુજરાત

ન્યુ યર સેલિબ્રિટેશન : સેંકડો દારૂડિયાઓની ધરપકડ થઇ

અમદાવાદ સહિત ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી ત્યારે મોટ સંખ્યામાં દારૂડિયાઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોન ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ, અમદાવાદ, સુરત, નવસાર, વડોદરા અને રાજકોટમાં પણ મોટ સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દારૂડિયાઓને પકડી પાડવામાં આવ્યા બાદ તેમની સામે પગલા લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મળી કુલ ૧૭૦ વધુ દારૂડિયાઓને શહેર પોલીસે ઝડપી લીધા હતા. તો, યુવતીઓની છેડતી કરતાં દસથી વધુ રોમીયોને પોલીસે ઝડપી લઇ સપાટો બોલાવ્યો હતો અને ભાન ભૂલેલા આવા તત્વોને પાઠ ભણાવ્યો હતો.થર્ટી ફર્સ્ટની ઉજવણી અને ન્યુ યરને લઇ શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્‌સ, કલબો-ફાર્મહાઉસ અને પાર્ટીપ્લોટોમાં યુવા હૈયાઓ ડાન્સ પાર્ટી, નાચ-ગાન, ડિનર પાર્ટી સહિતના રંગારંગ કાર્યક્રમોમાં રાતભર મોજ માણતા રહ્યા હતા બીજીબાજુ, શરાબ અને શબાબના નશામાં કોઇ અનિચ્છનીય બનાવ કે અઘટિત ઘટના ના ઘટે તે હેતુથી શહેર પોલીસ તંત્રએ પણ ખાસ આયોજન કર્યું હતું. જેમાં શહેર પોલીસની સંખ્યાબંધ ટીમો, હજારો પોલીસ જવાન અને મહિલા પોલીસની સાદા ડ્રેસમાં તૈનાત રહેલી ટીમો સી.જી રોડ, એસજી હાઇવે, કાંકરિયા, આઇઆઇએમ, નરોડા, નિકોલ સહિતના સ્થળોએ રાતભર પેટ્રોલીંગ કર્યું હતું. તો, બ્રેથ એનેલાઇઝર સાથે ચકાસણી કરી શહેરના પૂર્વ વિસ્તારમાંથી ૭૦ અને પશ્ચિમ વિસ્તારમાંથી ૧૦૦ મળી કુલ ૧૭૦થી વધુ દારૂડિયાઓને ઝબ્બે કર્યા હતા અને તેઓને જેલહવાલે કર્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાંથ ૨૨૯ની ધરપકડ કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં ૨૧૬ની ધરપકડ કરવામા ંઆવી હતી. નવસારીમાં ૭૬, વડોદરામાં ૬૦ અને રાજકોટમાં ૧૬ કેસ નોંધાયા છે. સુરત અને અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વલસાડના એસપી સુનિલ જોશીએ કહ્યુ હતુ કે ૬૦૭ લોકો પૈકી ૨૬૫ લોકોની દમણમાંથી ગુજરાતમાં એન્ટ્રી પોઇન્ટ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

સુત્રાપાડાની ઘંટીયા પ્રા.શાળામાં 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ

editor

अमित चावड़ा की राज्य इकाई को भंग करने की सिफारिश

aapnugujarat

અતિવૃષ્ટિથી૧૯ લાખ હેકટરથી વધુ જમીનમાં વાવેતર ધોવાયાની દહેશત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1