Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બદલી બાદ રેલવે કર્મીઓને મકાનમાં રહેવાની તક રહેશે

રેલવે બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના ભાગરુપે બાળકોના શિક્ષણ માટે રેલવે કર્મચારીઓની ટ્રાન્સફર થવાની સ્થિતિમાં પણ સરકારી મકાનમાં રહેવાની તક મળશે. આ હિલચાલથી મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓને સીધો ફાયદો થઇ શકે છે. રેલવે બોર્ડે નિર્ણય કર્યો છે કે, જો કોઇ રેલવે કર્મીના બાળકો નવમા અથવા તો ૧૧માં ધોરણમાં છે તો આવી સ્થિતિમાં સ્થાયી ટ્રાન્સફર થવાની સ્થિતિ છતાં રેલવે કર્મચારી પોતાના રેલવે ક્વાર્ટરને એ વખત સુધી જાળવી શકશે જ્યાં સુધી બાળકોના શૈક્ષણિક સત્રની પૂર્ણાહૂતિ થશે નહીં. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો જરૂર હશે તો આગામી સત્ર સુધી પણ રેલવે કર્મચારીને મકાનમાં રહેવાની તક મળશે. ઇન્ડિયન રેલવેના સુત્રોનું કહેવું છે કે, ૨૬મી ડિસેમ્બરના દિવસે યોજાયેલી રેલવે બોર્ડની બેઠકમાં આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણ કરવામાં આવ્યો હતો. રેલવે સુત્રોનું કહેવું છે કે, સામાન્યરીતે રેલવે કર્મચારીઓને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો કે તેમના બાળકો નવમાં અથવા તો ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતા હોય છે અને રેલવે કર્મચારીઓની બદલી બીજા શહેરોમાં કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં રેલવે કર્મચારીઓ માટે બીજા શહેરમાં લઇ જવાની બાબત મુશ્કેલરુપ બને છે. આવી સ્થિતિમાં બાળકના શિક્ષણ ઉપર અસર થાય છે. આવી સ્થિતિમાં હવે નવમાં બાદ ૧૦ અથવા તો ૧૧ બાદ ૧૨માંનું શિક્ષણ હોય છે. રેલવે કર્મચારીઓની સમસ્યાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરાયો છે.

Related posts

બુલંદશહેર રેપ કેસ પર ફિલ્મ બ્યુટીફુલ વર્લ્ડ બનાવશે અનુરાગ

aapnugujarat

मेहुल चोकसी को भारत लाने की कवायद तेज

aapnugujarat

રાજ્યો રોહિંગ્યાઓનું બાયોમેટ્રિક્સ કરે : રાજનાથસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1