Aapnu Gujarat
રાષ્ટ્રીય

બુલંદશહેર રેપ કેસ પર ફિલ્મ બ્યુટીફુલ વર્લ્ડ બનાવશે અનુરાગ

દિગ્દર્શક અનુરાગ કશ્યપ ફિલ્મ મેકિંગમાં પોતાની વિશેષતા માટે લોકપ્રિય છે. ગંભીર અને સાચા વિષયો પર ફિલ્મ બનાવવા માટે અનુરાગ જાણીતા ફિલ્મ મેકરોમાંના એક છે. અનુરાગ એક ગંભીર સંવેદનશીલ મુદ્દા પર ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહયો છે. આ કેસે સંપૂર્ણ ભારત દેશમાં હડકંપ મચાવી દીધો હતો. વર્ષ ૨૦૧૬માં બુલંદ શહેરમાં એક મહિલા અને તેની સગીર પુત્રી પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ વિષય પર અનુરાગ શોર્ટ ફિલ્મ બ્યૂટીફલ વર્લ્ડ બનાવી રહ્યો છે. આ ફિલ્મનાં દિગ્દર્શનની જવાબદારી અભિનેત્રી અવંતિકા ખત્રીને સોંપવામાં આવી છે. અવંતિકા આ અગાઉ ફિલ્મ કુછ કુછ લોચા હૈ અને વોર છોડો યારમાં જોવા મળી હતી. આ શોર્ટ ફિલ્મથી અવંતિકા દિગ્દર્શન ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવી રહી છે. શોર્ટ ફિલ્મ બ્યુટીફુલ વર્લ્ડમાં શ્વેતા ત્રિપાઠી, અમૃતા સુભાષ, સ્વાનંદ કિરકિરે જેવા કલાકાર જોવા મળશે. ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૧૮માં રિલીઝ થવાની શકયતા છે.

Related posts

पाकिस्तान दुनिया के लिए चुनौती है : राम माधव

aapnugujarat

नोएडा के पॉश इलाके में लडकी की हत्या से सनसनी

aapnugujarat

જાપાન, અમેરિકા, ભારતનો મતલબ જીત થાય છે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1