Aapnu Gujarat
બિઝનેસ

એસબીઆઇ દ્વારા બેઝ રેટમાં ઘટાડો કરાયો

દેશની સૌથી મોટી ધિરાણ આપતી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આજે તેના બેઝ રેટમાં ઘટાડો કર્યો હતો. પ્રાઇમ લેન્ડિંગ રેટમાં પણ તેના પ્રવર્તમાન ગ્રાહકો માટે ઘટાડો કર્યો હતો. આ ઘટાડો ૩૦ બેઝિક પોઇન્ટનો રહ્યો છે. ઘટાડાને પહેલી જાન્યુઆરીથી જ અમલી કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઇએ નવા ગ્રાહકો માટે હોમ લોન પ્રોસેસિંગ ફી પર હાલમાં રહેલી રાહતને હવે ૩૧મી માર્ચ સુધી લંબાવી દેવાનો પણ નિર્ણય કર્યો છે. સાથે સાથે અન્ય બેંકોમાંથી તેમની લોનને ખસેડી લઇને એસબીઆઈઇમાં લાવવા માટે ઇચ્છુક લોકોને પણ આ રાહત આપી દીધી છે. બીજી બાજુ તમામ નવા કસ્ટમરોને માર્જિનલ કોસ્ટ આધારિત ધિરાણ દરની ઓફર પણ કરવામાં આવી છે. એસબીઆઇના અડધાથી વધારે કસ્ટમરો હજુ બેઝ રેટને પીએલઆર સાથે લિન્ક કરે છે. આ હિલચાલના પરિણામ સ્વરૂપે ૮૦ લાખ ગ્રાહકોને સીધો ફાયદો થનાર છે. એસબીઆઇ માટેના રીટેલ એન્ડ ડિજિટલ બેકિંગ માટેના મેનેજિંગ ડિરેકટર દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. બેંક માટે સુધારી દેવામાં આવેલા બેઝ રેટ હવે ૮.૬૫ ટકા રહેશે. જ્યારે પીપીએલઆર ૧૩.૪૦ ટકા રહેશે. બેઝ રેટમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ ઘટાડાથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થનાર છે. બેંકના વફાદાર કસ્ટમરોને નવા વર્ષની ભેંટ તરીકે આવે ગણી શકાય છે. મળેલી માહિતી મુજબ એસબીઆઇ દ્વારા બેઝ રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ અન્ય બેંકો પણ આ દિશામાં આગળ વધી શકે છે. રીઝર્વ બેંક દ્વારા તમામ સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે. એક બે દિવસમાં અન્ય બેંકો પણ બેઝ રેટમાં ઘટાડો કરવાની દિશામાં આગળ વધશે. હજુ સુધી બેંકો દ્વારા અન્ય કોઇ વાત કરવામાં આવી નથી.

Related posts

अप्रैल-मई में रत्न, आभूषण निर्यात 82.31 प्रतिशत घटकर 4,328.54 करोड़ रुपये पर

editor

સેંસેક્સ ૨૭૯ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

સેંસેક્સ ૧૨૦ પોઇન્ટ ઘટ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1