Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ માટે નવા વર્ષમાં ઉભા થવાની સુવર્ણ તક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપેક્ષા કરતા સારો દેખાવ કર્યા બાદ હવે વર્ષ ૨૦૧૮માં કોગ્રેસ પાર્ટી પાસે તેની સ્થિતીને વધુ મજબુત કરવાની સુવર્ણ તક રહેલી છે. કારણ કે આઠ રાજ્યોમાં જ્યાં વિધાનસાની ચૂંટણી યોજાનાર છે તે રાજ્યો પૈકી મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં તો ભાજપ ચૌથી વખત સરકાર બનાવવા જઇ રહી છે. બીજી બાજુ રાજસ્થાનમાં તો વારંવાર ભાજપ અને કોંગ્રેસની સરકાર બનતી રહી છે. પાંચ વર્ષ માટે કોંગ્રેસ અને પાંચ વર્ષ ંમાટે ભાજપની સરકાર બનતી રહે છે. જેથી આ વખતે કોંગ્રેસને સુવર્ણ તક રહેલી છે. જો કે ભાજપના નેતાઓ આક્રમક હોવાના કારણે કોંગ્રેસને તાકાત તો ચોક્કસપણે લગાવવી પડશે. રાજસ્થાનમાં હાલમાં વસુન્ધરા રાજેની સરકાર રહેલી છે. અહીં છેલ્લે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૨૦૦માંથી ૧૬૩ સીટો જીતીને સરકાર બનાવી હતી. આવી સ્થિતીમાં આ વખતે તેમની સામે કેટલાક પડકારો રહેલા છે. રાજસ્થાનમાં પ્રજા સામાન્ય રીતે વારા ફરતી ભાજપ અને કોંગ્રેસને તક આપે છે. મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ ચૌથી વખત સરકાર બનાવવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી રહ્યા છે. તેમની કામગીરી ચોક્કસપણે ખુબ સારી રહી છે. બીજી બાજુ છત્તિસગઢમાં વર્ષ ૨૦૦૩થી રમણસિંહની સરકાર રહેલી છે. રમણસિંહ ચૌથી વખત સરકાર બનાવવા માટેના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. કોંગ્રેસ પાસે આ ત્રણેય રાજ્યોમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવાની તક રહેલી છે. કારણ કે શાસન વિરોધી લહેર ત્રણેય રાજ્યોમાં રહેલી છે. સાથે સાથે કેટલાક વર્ગના લોકો પણ નારાજ રહેલા છે. કર્ણાટકમાં રાહુલ ગાંધી સામે સૌથી મોટો પડકાર છે. અહીં તેમની સામે પોતાની સરકારને બચાવી લેવાની તક છે. પૂર્વોતરના ચાર રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમમાં પણ ચૂંટણી યોજાનાર છે. એમ એકંદરે આઠ રાજ્યોમાં લોકસભાની ૯૯ સીટ રહેલી છે. કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની તાજપેશી થયા બાદ તેમની સામે પડકારો રહેલા છે. ગુજરાતમાં તેમના નેતૃત્વમાં પાર્ટીએ ખુબ સારો દેખાવ કર્યો હતો.

Related posts

रोहिंग्या मुस्लिमों के मामले में भेदभावपूर्ण रवैया अपना रही हैं केन्द्र सरकारः तरुण गोगोई

aapnugujarat

बच्ची के परिवार के साथ यूपी सरकार और उसकी पुलिस का व्यवहार मुझे स्वीकार नहीं : राहुल गांधी

editor

મોદી સરકાર ખેડૂતોને ત્રાસ પહોંચાડે છે : કેજરીવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1