Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જગનમોહન રેડ્ડી ભાજપ સાથે હાથ મિલાવે તેવા સંકેત

આંધ્રપ્રદેશની રાજનીતિમાં એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. એવી ચર્ચા છે કે, જગન મોહન રેડ્ડી ભાજપની સાથે જઇ શકે છે. જગનમોહન રેડ્ડીના નેતૃત્વવાળી વાયએસઆર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સાથે નજીકના સંબંધો સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહી છે. વાયએરઆસ કોંગ્રેસના નેતાઓના ભાજપના નેતાઓ સાથે બેઠકોના દોર ચાલી રહ્યા છે. બેઠકોના દોરના કારણે રાજ્યમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે. બેઠકોનો આ દોર શુક્રવારના દિવસે પણ જારી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે વાયએસઆર કોંગ્રેસના સાંસદ વી વિજયસાંઇ રેડ્ડી પણ પહોંચ્યા હતા. વિજયસાંઇએ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા બદલ મોદીને અભિનંદન આપ્યા હતા. વિજયસાંઇ રેડ્ડી વડાપ્રધાન મોદીને પ્રથમ વખત મળ્યા નથી. જૂન ૨૦૧૬માં રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા બાદ તેઓ ત્રીજી વખત વડાપ્રધાનને મળવા માટે પહોંચ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે, વિજયસાંઇ રેડ્ડીના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પણ ખુબ સારા સંબંધો રહેલા છે. મોદી અને શાહ સાથે તેમની મુલાકાતના કારણે ચર્ચાઓનો દોર તીવ્ર બન્યો છે. ટીડીપીને એવી શંકા છે કે, ભાજપ ડિફેન્સના મૂડમાં છે. જગનમોહન રેડ્ડી બાદ વિજયસાંઈ બીજા નંબર પર ગણવામાં આવે છે. વાયએસઆર કોંગ્રેસના રણનીતિકાર પણ રહ્યા છે. આ મુલાકાત મહત્વપૂર્ણ એટલા માટે છે કે, ભાજપની સાથે ટીડીપીના સંબંધ છેલ્લા ઘણા સમયથી સારા રહ્યા નથી. બંને પક્ષો એકબીજાની સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ટીડીપી અને ભાજપ વચ્ચે સંબંધોમાં તિરાડ પડી રહી છે. આગામી ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનને લઇને શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. જો કે ટીડીપના ટોપના નેતાઓ ભાજપ સાથે મજબૂત સંબંધ રાખવા માટે ઇચ્છુક બનેલા છે.

Related posts

भाजपा-शिवसेना भविष्य में एक साथ आ सकते हैं

aapnugujarat

LOC पर दो आतंकी ढेर

editor

चाइल्ड पॉर्नोग्राफी पर सुप्रिम कोर्ट सख्त : शिकायत दर्ज करने के लिए अब हॉटलाइन नंबर जारी होंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1