Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ વિશ્વનાથ આનંદના નામે

ચેસમાં વિશ્વ ચેમ્પીયન મૈગ્નસ કાર્લસનને ભારતના વિશ્વનાથ આનંદે હરાવીને શાનદાર પ્રદર્શન યથાવત્‌ રાખ્યું હતું. રિયાધમાં આયોજીત વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ વિશ્વનાથ આનંદે જીતી લીધો છે.આ સાથે જ વિશ્વનાથ આનંદે વિવ ચેમ્પિયનશીપમાં મળેલી હારનો હિસાબ ચૂક્તે કર્યો છે. આનંદ છેલ્લા પાંચ રાઉન્ડની શરૂઆતમાં બીજા સ્થાને હતો, જ્યારે બ્લાદમિર ફેડોસીવ અને ઇયાન નેપોમ્નિયાશ્ચિના ૧૫ માંથી ૧૦.૫ પોઇન્ટ હતા. વિશ્વનાથ આનંદે ટાઇબ્રેકરમાં ફેડોસીવને ૨.૦ પોઇન્ટથી હરાવીને ખિતાબ જીત્યો હતો.વિશ્વનાથ આનંદ ૧૫ રાઉન્ડમાં ૬ માં જીત મેળવી અને ૯ માં ડ્રો બાદ અપરાજય રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા આનંદે વર્ષના અંતે આ ખિતાબ પોતાના નામે કરતા નવા સત્રમાં જીતની આશા જગાવી છે. તેમજ આ સાથે જ પાછલા ખિતાબમાં કાર્લસનના હાથે મળેલી હારનો હિસાબ ચૂક્તે કર્યો હતો. આનંદે દુનિયાના નંબર વન ખેલાડી કાર્લસનને નવમાં રાઉન્ડમાં હરાવી ૨૦૧૩માં વિશ્વ ચેમ્પિયનશીપમાં મળેલી હારનો જવાબ આપ્યો હતો સાથે જ તેમણે દેશ અને દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું છે.

Related posts

ફ્રેન્ચ ઓપનમાં એન્ડી મરે અને વાવરિન્કાની આગેકૂચ જારી

aapnugujarat

એલિસ્ટર કૂકે સંન્યાસ લીધો

aapnugujarat

एटीपी रैंकिंग : नोवाक जोकोविच शीर्ष स्थान पर बरकरार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1