Aapnu Gujarat
રમતગમત

એલિસ્ટર કૂકે સંન્યાસ લીધો

ઇંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓપનિંગ બેટ્‌સમેન એલિસ્ટેયર કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ભારત સામે ઓવલમાં રમાનારી અંતિમ ટેસ્ટ મેચ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહશે. કુકે અત્યાર સુધી ૧૬૦ ટેસ્ટ મેચમાં કુલ ૧૨૨૫૪ રન બનાવ્યા છે. ટેસ્ટમાં કુકનાં નામે કુલ ૩૨ સદી છે. કુકે સંન્યાસ લેતા મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકરનાં ૧૫૯૨૧ ટેસ્ટ રનનો રેકોર્ડ બચી ગયો છે. ૩૨ વર્ષનો કુક સચિન તેંડુલકરનાં રેકોર્ડને તોડવાથી ફક્ત ૩૬૬૭ રન પાછળ હતો અને તે આ રેકોર્ડને તોડવા માટેનો પ્રબળ દાવેદાર હતો, પરંતુ તેના સંન્યાસ લીધા પછી કદાચ જ કોઈ બેટ્‌સમેન સચિન તેંડુલકરનાં આ રેકોર્ડ સુધી પહોંચી શકશે. કુકે કહ્યું કે, “છેલ્લા ઘણા મહિના વિચાર્યા પછી ભારત સામેની ટેસ્ટ સીરીઝ બાદ સંન્યાસ લેવાનો વિચાર કર્યો છે. મારા સાથી ખેલાડીઓ સાથે ભવિષ્યમાં ડ્રેસિંગ રૂમ શેર નહી કરી શકું તે વિચારે આ નિર્ણય લેવો અઘરો હતો, પરંતુ આ યોગ્ય સમય છે.” કુકે કહ્યું કે, “મે મારી ક્ષમતા અને આશા કરતા વધારે ઉપલબ્ધિ મેળવી છે અને ઘણા દિગ્ગજ સાથે આટલો લાંબો સમય રમવાનું સૌભાગ્ય મળ્યું તેને માટે હું ખુદને નસીબદાર માનું છું.કુકે ૨૦૦૬માં ૨૧ વર્ષની ઉંમરે નાગપુર ટેસ્ટમાં ભારત સામે પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં તેણે શતક ફટકાર્યું હતુ અને હવે તે ભારત સામે જ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ક્રિકેટને અલવિદા કહેશે. ૩૩ વર્ષનાં કુકે ઇંગ્લેન્ડ માટે ૯૨ વનડે રમી છે જેમાં તેણે ૩૨૦૪ રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે ૫ સદી છે. ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં કુકે ફક્ત ૧૦૯ રન બનાવ્યા છે.

Related posts

ICC announced schedule of T20 World Cup qualifier matches

aapnugujarat

આઈસીસી ટેસ્ટ રેન્કિંગ : સ્ટીવ સ્મિથ નંબર ૧ બન્યો

editor

न्यूजीलैंड दौरे से काफी कुछ सीखा : बुमराह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1