Aapnu Gujarat
બિઝનેસ

નવા વર્ષે ગોવામાં સહેલાણીઓની ભીડ પહેલા હોટેલ્સના ભાડામાં ધરખમ વધારો

નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી માટે ગોવા લોકપ્રિય સ્થાન છે. હોલીડે માટેના લોક્પ્રિય સ્થાન પર હોટલના રૂમના ભાવમાં ચાર ગણો વધારો કર્યો છે. અમુક હોટલોમાં જીએસટીના ચાર્જ કરતા પણ વધારે ટેરિફ છે. ગોવામાં આવેલ તાજ એક્ઝોટિકા રિસોર્ટ અને સ્પામાં એક નાઈટ માટે વિલારૂમ વીથ ગાર્ડન અને નાસ્તા સાથેની કિંમત મેકમાઈટ્રીપ પર રૂ.૮૧,૫૦૦ દર્શાવવામાં આવી છે પરંતુ તે માત્ર હોટલ ટેરિફ છે. જેમા જીએસટીનો સમાવેશ કરવામાં આવે તો વધારાના ૨૨,૮૨૦ રૂપિયા વધી જાય એટલે કે હોટલમાં એક રાત રોકાવવા માટે કુલ ૧,૦૪,૩૨૦ રૂપિયા ચુકવવા પડે.આ ભાવ છે નવા વર્ષની પૂર્વ સંધ્યાનો.  જો તમે આજ હોટલ ૩૧ જાન્યુઆરીના એક નાઈટ માટે બૂક કરાવો તો તેનો હોટલ ટેરિફ છે રૂ.૨૦,૭૦૦ અને જીએસટી સાથે કુલ ચાર્જ રૂ.૨૬,૭૨૦ છે. ૩૧ ડિસેમ્બરનો ગોવાની હોટલમાં એક દિવસનો જે ચાર્જ થાય છે તે કિંમતમાં આંતરરાષ્ટ્રીય ફરવાના સ્થળો બાલી અને દુબઈમાં જાન્યુઆરી મહિનાના મધ્યમાં હવાઈ મુસાફરી, રહેવા સાથે પાંચ કે છ દિવસ ફરી શકાય. ગોવાની અન્ય મોટી હોટલોના ભાવમાં પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વધેલા જોવા મળ્યા છે.

Related posts

મોદી સરકારના કાર્યકાળમાં વિદેશી મુદ્રા ભંડાર ૬૩ અબજ ડોલર વધ્યો

aapnugujarat

હવે સરકારી બેંકોની ખાસ ઓડિટની પ્રક્રિયા શરૂ થઇ

aapnugujarat

અકસ્માત, સ્વાસ્થ્ય વીમાના ક્લેઇમની રકમ હપ્તામાં મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1